________________
પરિશિષ્ટ ૨.
૧૩૫૯ પાસમાં બાધો લઈ ત્યાંથી ચાલીને સીધી રાજા પાસે પહોંચી. તેને ખાત્રી હતી કે આખરે રાજા તે તેને રક્ષણ આપશે અને પોતાની બધી ઈંચ નીકળી જશે, પણ એને તે ઘરમાં ઉક્યા વનમાં ગયા તે વનમાં લાગી આગ-જેવી વાત બની. રાજાને એણે સર્વ વાત કહી સંભળાવી. રાજા તે સુંદરીના શબ્દમાધુર્યો, સાદા પણું સૌંદયૅભાવવાહક કપડામાં વ્યામૂઢ થયો, બેલવાની ઢબ અને આંખના તેજમાં અંજાઈ ગયે, પાતળી કેડ અને નખશીખ નમણુઈ જઈ એકરસ બની ગયે, એને ન રહ્યું પોતાના સ્થાનનું ભાન કે ન રહ્યો પોતાની જવાબદારીને ખ્યાલ. એણે રક્ષણ માગવા આવેલી સુંદરી પાસે પ્રણયભક્ષા માગી, સુંદરીને જણાવી દીધું કે એ પુરોહિત, કેટવાળ અને પ્રધાનને કાઢી મૂકવાની તેનામાં શકિત છે, પણ સાથે સુંદરીને પટરાણી બનાવવાની લાલચ પણ આપી દીધી અને બદલામાં વ્યભિચારની પ્રાર્થના કરી. સુંદરી ચેતી ગઈ, ગભરાણુ, લજવાણી, શરમાણી, પણ વખત વતી ગઈ. રાજાને ચેથે પહોરે આવવાનું કહી ત્યાંથી ચાલી નીકળી. રાજા પણ પોતાના કાર્યમાં સફળતા મળેલી જોઈ પોતાની (ફસાવવાની) શક્તિ માટે મગરૂબ થતો ત્યાં બેસી રહ્યો.
સુંદરી રાજમહેલમાંથી નીકળી ત્યારે તેના મનની સ્થિતિ અજબ થઈ રહી હતી, પોતાનું શિયળ જાળવવાના ઉપાયની મનમાં યોજના કરી રહી હતી. ૫ડેશમાં એક ડેશી રહેતા હતા, તેને એક કાગળ લખી આપ્યો અને કહ્યું કે ચાર ઘડિ રાત રહે ત્યારે કાગળ લઈને ઘરે આવવું અને બહારથી રડારોળ કરી મૂકવી. ડેશીએ વાત સ્વીકારી. ઘરે જઈ એક પેટી (મજુસ) ચાર ખાનાવાળી હતી તેને તૈયાર કરી રાખી મૂકી. સંધ્યાસમય થયો એટલે પોતે સોળ શણગાર સજી તૈયાર થઈ. પુરોહિત આવ્યું, તેને આદરમાન આપ્યું, જણુવ્યું કે તેની વાટ જ પોતે જઈ રહી હતી. વાતચીતમાં વખત નીકળી ગયો. પહોર પૂરે છે, ત્યાં કેટવાળ આવી પહોંચે, બહારથી બારણું ખખડાવ્યું એટલે પુરોહિતનાં હાંજાં ગગડી ગયાં. શ્રીમતી બોલી કે “તમારી રાહ જ જોઈ રહી હતી એટલે પુરોહિત વધારે ગભરાયે. બચવાના ઉપાય માંગતાં શ્રીમતીએ મંજુસ બતાવી. એક ખાનું ઉઘાડી પુરોહિતને અંદર પૂરી ચાવી દઈ ઘરનાં બારણાં ઉઘાડ્યાં, કેટવાળ અંદર આવ્યું. તેની સાથે ખાવા પીવામાં એક પહોર સંદરીએ વટાવી દીધું. બરાબર મધરાતે પ્રધાન આવી પહોંચે એટલે કેટવાળ સાહેબ ગભરાઈ ગયા. ચૂપ થઈ પડી રહેવાની ઈસારત કરી પેલી મંજુસના બીજા ખાનામાં કેટવાળને ઘાલ્યો અને ચાવી દઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org