________________
પરિશિષ્ટ ૨.
(૨)
બ્રહ્મા અને મકરધ્વજ: પુરાણમાં નીચે પ્રમાણે વાત છે. બ્રહ્માએ ઇંદ્રાસન મેળવવા માટે ગંગાને કાંઠે મહા તપ આદર્યું. ડોકમાં નાઇ, હાથમાં કમંડળ આંગળીઓપર જપમાળા, પહેરવા ઓઢવામાં મૃગચર્મ અને ક્રોધમાન વિગેરે વિકાર તજી દઇ બ્રહ્મધ્યાન કરવા માંડ્યું, ઇંદ્રિયાને દમવા માંડી. એવી મેાટી તપસ્યા કરવા માંડી કે આંખ ઉઘાડીને કાઇની સામે નજર પણ કરે નહિ. આવી રીતે સાડી ત્રણ ચેાકડી કાળ ગયા, (બ્રહ્માની એક ચાકડીમાં કરોડો વર્ષ થાય છે. ) ત્યારે ઇંદ્રનું આસન ડોલવા માંડ્યું. બ્રહ્મા ઇંદ્રાસન મેળવવા માટે જ તપ કરતા હતા. ઇંદ્રાસન ડોલતું જાણી ઇંદ્રે બ્રહસ્પતિને તેનું કારણ પૂછ્યું એટલે ગુરૂ બ્રહસ્પતિએ કહ્યું “ હાલ બ્રહ્મા તારૂં સ્થાન લેવા તપ કરી રહ્યા છે, સાડી ત્રણ ચોકડી થઇ છે. બાકી રહેલી અરધી ચોકડી પૂરી થશે એટલે તે તારૂં સ્થાન લેશે.” ઇંદ્ર આ હકીકત સાંભળી ચોંક્યા અને બ્રહ્માને ચલાયમાન કરવાના ઉપાયેા યાજતા તેણે અપ્સરાને બાલાવી અને બ્રહ્માને ઘ્યાનભ્રષ્ટ કરવા જણાવ્યું. અપ્સરાઓએ પેાતાના તિલ તિલમાત્ર રૂપથી તિલેાત્તમા નામની અતિ સૌંદર્યવાળી સ્ત્રી ઉપજાવી. એ તિલેાત્તમાએ બ્રહ્માને ચલાયમાન કરવાનું બીડું ઝીલ્યું અને પોતાની સાથે નારદ તુંબરૂં વિગેરે દેવાને લઇને ગંગાપ્રદે શમાં આવી પહોંચી. બ્રહ્માની સમક્ષ એણે અદ્ભુત નાટક માંડ્યું. ઘુઘરીઓના સુંદર અવાજ, ભેરીના ભંભ અવાજ, નરઘાના ધોંકાર અને પોતાના હાવભાવથી ઘણા સુંદર નવરસ નાટકની ભવ્ય જમાવટ કરતાં બ્રહ્મા સામું જોઇ રહ્યા, બહુ રાજી થયા અને તેજ કારણે તેમનું ધ્યાન દૂર જવા લાગ્યું. ચિત્ત વાઘપર જતાં વળી તિલોત્તમાને પણ જોઇ એટલે મનમાં વિહ્વળતા પણ થઈ. એટલે વળી તિલોત્તમાએ ગાયન આદર્યું, સુંદર આલાપ સ્વર સાથે ગાયન ગાતાં બ્રહ્મા વધારે વિહ્વળ થયા. એટલે જ્યાં બરાબર રસની જમાવટ થઇ ત્યાં તિલેાત્તમા સન્મુખથી ઉઠીને બ્રહ્માને ડાબે પડખે ગઇ અને ત્યાં છ રાગ છત્રીશ રાગણીના આલાપ માંડ્યો. બ્રહ્માને મનમાં થયું કે પોતે સર્વ ઋષિઆમાં વડા હોવા છતાં જો મુખ ડાબી બાજુ ફેરવી તિલાત્તમાને જુએ તે પેાતાના ઋષિવર્ગમાં માનહાનિ થાય અને તિલાત્તમાને નજરે જોવાની આવી તક ગુમાવવી એ પણ તેમને ઠીક ન લાગ્યું. પરિણામે તેમણે સંકલ્પ કર્યો કે એક ચેાકડી તપના ફળે તેમને ડાબી બાજુએ બીજું મસ્તક થાઓ. તુરતજ ડાબી બાજુએ ખીજું મસ્તક થયું. બ્રહ્મા તિલેાત્તમાના સુંદર પયાધર જોઇ રાજી થયા એટલે તિલાત્તમા
Jain Education International
For Private & Personal Use Only
૧૩૫૫
www.jainelibrary.org