________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ પ
એ પ્રમાણે થતાં આખરે સાંજ પડી. જરા રાતના વખત થયો એટલે હું દુકાનની પછવાડે ગયા, છૂપાવેલ મુલ્યવાન્ માલ મેં ઉપાડ્યો અને જેવા હું ચાલવા માંડ્યો તેવે જ તે જ સ્થાનપર ચાકીદારોએ મને મુદ્દામાલ સાથે પકડ્યો. ત્યાં તે વખતે મોટા કાળાહળ જામી રહ્યો અને નગરના અનેક લોકો ત્યાં એકઠા થયા. તે વખતે ચાકીદારાએ મારી સઘળી હકીકત લેાકેાને વિગતવાર જણાવી. ગઇ રાત્રે મેં ધન ખાદી છૂપાવ્યું હતું અને સવારના વખત થતાં ખાટી ખૂમ ઉઠાવી હતી તે સર્વ વાત તેમણે વિગતવાર કહી દીધી. લેાકેાને તે મારી હકીકત સાંભળીને ઘણા અચંખે લાગ્યા. શેઠે જેને પુત્ર તરીકે માની સર્વ દોલત આપવાના નિશ્ચય જાહેર કર્યાં હતા તે જ માણસ વિશ્વાસઘાત કરી તેના ઘરમાંથી મૂલ્યવાન ધનની ચેરી કરે એ વાત તેઓને ઘણી નવાઇ જેવી-ન અને તેવી લાગી.
૧૩૩૪
હવે ચાકીદારો મને રિપુસૂદન નામના એ નગરના રાજા પાસે લઇ ગયા. ચારીની શિક્ષા દેહાંતદંડની હતી અને તેમાં પણ જે મુદ્દામાલ સાથે ચાક્કસ પકડાય તેને તે તે સજા કાયમ જ રહેતી, તેથી રાજાએ મને મારી નાખવાના હુકમ આપ્યા.
સરળની સરળતા. દંડશક્તિ સાથે યા. વિચારપૂર્વક હુકમ.
આવા હુકમ થતાં સરળશે ત્યાં જાતે રાજા પાસે આવ્યા અને તેમણે રાજાના પગમાં પડી વિજ્ઞપ્તિ કરવા માંડી− દેવ ! મારા રાજા ! આ વામદેવ મારા પુત્ર છે, મારૂં તેનાપર બહુ હેત છે, તેથી મારા પર દયા કરીને એને છેાડી મૂકો. રાજા ! ઇચ્છા હોય તે આપ મારી આખી દોલત લઇ લે, પણ એને તમે મારી નાખેા નહિ; નહિ તે મારા રાજા! મારે મરવા સિવાય બીજો કોઇ રસ્તા નથી.”
રિપુસૂદન રાજાએ વિચાર્યું કે સરળશે ખરેખરા સરળ જ હતા, તદ્દન ભલા હતા, પાર વિનાના બાળેા હતેા. રાજાએ તેનું કાંઇ પણ ધન ન લીધું અને મને છેડી દીધા. રાજાએ માત્ર તે વખતે સરળશેઠને એટલું કહી દીધું “શેઠ! આ તમારા સપુતને મારી પાસે રાખા, કા રણ કે એ ઝેરના અંકુર છે, ખરેખરા ચાર છે અને લોકોને સંતાપ કરનારો છે, માટે એ બહુ ખરાબ હાવાથી એને તદ્દન છૂટા રાખવા સારા નથી, અને જાહેરમાં રહેવા દેવા ઘણા ભયંકર છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org