________________
૧૧૭૬
ઉમિતિ ભવપ્રપંચ કથા. (પ્રસ્તાવ જ કિરણ જાળથી તેણે પોતાની પ્રભા સર્વત્ર ફેલાવી હતી. એ રત પિતાના હાથમાં વિમળકુમારને બતાવતો રચૂડ વિદ્યાધર બેલ્યો “ભાઈ વિભળ! આ રન સર્વ પ્રકારના રોગોને દૂર કરનાર છે, મહા ભાગ્યવાન છે, દુનિયાના દારિઘને દૂર કરનાર છે અને સર્વ રંગનું હેવાસાથે ગુણમાં તે લગભગ ચિંતામણિ રન જેવું છે. દેવતાઓએ મારા કર્મથી રાજી થઈને ખુશીથી એ રત મને અર્પણ કર્યું હતું. એ રતમાં એવી ખૂબ છે કે આ લેકમાં તે મનુષ્યોની સર્વ આશાઓને પૂરે છે. કુમાર! બંધુ! મારા ઉપર મહેરબાની કરી આ રતને ગ્રહણ કર, જ્યાં સુધી એ રત્ન તું લેશે નહિ ત્યાં સુધી મારા જીવને કે પ્રકારે નિરાંત થનાર નથી.”
રચૂડના આવા આગ્રહના જવાબમાં વિમળકુમારે કહ્યું “માહાત્મા! બંધુ! તારે આ બાબતમાં મને જરા પણ આગ્રહ કરવો નહિ અને તારે મનમાં ખેદ પણ રાખવો નહિ. તે દીધું અને મેં લીધું, પછી કાંઈ બાકી છે? જે ભાઈ! એ તે તારી પાસે રહે એ જ સારું છે, માટે બરાબર સંભાળીને એને તું મૂકી રાખ અને મનમાં અન્ય અન્ય વિચાર ન કર.”
દેનાર લેનારની વિશિષ્ટ મહાનુભાવતા. રત્રચૂડને ગુણ પક્ષપાત અને ગૌરવ.
વિમળની અદ્દભુત નિ:સ્પૃહતા સાથે સ્થિરતા. ત્યારે વળી ચૂતમંજરીઓ કહેવા માંડ્યું કે “બંધુ વિમળકુમાર! આર્યપુત્ર તમને વિજ્ઞપ્તિ કરે છે તે તમે ભંગ ન કરશે. જુઓ, વાત એમ છે કે –
निस्पृहा अपि चित्तेन, दातरि प्रणयोद्यते ।
सन्तो नाभ्यर्थनाभङ्गं, दाक्षिण्यादेव कुर्वते ॥ “પુરૂ પિતાનાં ચિત્તમાં તે સ્પૃહા વગરના હોય છે છતાં દાન કરનાર પ્રેમથી પ્રેરાઈને દાન આપવા ઉધન થયેલ હોય તે વખતે તેની પ્રાર્થનાને ભંગ કરતા નથી, કારણ કે તેમનામાં એટલું દાક્ષિણ્ય (હા રખાપણું) હોય છે તેથી તેઓ કોઇને ના કહી શકતા નથી, દુઃખ લગાડી શકતા નથી.”
૧ પાઠાંતરે ઘડપણ અને દળદરને.
૨ મૂળમાં “સુમેચક શબ્દ છે. એને અર્થ મેરના પીંછાની પછવાડે જે સર્વ વયુક્ત સંઘટ હોય છે તે રંગનું રત્ર અથવા પાટા વાદળી રંગનું રવ એમ થાય છે. સંબંધ લેતાં “સર્વ રંગનું એ અર્થ વધારે યોગ્ય લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org