________________
પ્રકરણ ૧૦]
મિત્ર મેળાપ-સૂરિસંકેતનિર્દેશ
૧૨૨૧
નહિ અને તેમને મારા અંધુની પાસે લઇ પશુ ન ગયા! અરેરે! મારો તે કેટલા પ્રમાદ ! કેટલું આળસ ! કેવી ભૂલ! ત્યાર પછી એ મહાત્માની શોધ કરવા સારૂં હું જાતે જ ઘણા ભૂમિપ્રદેશમાં ફર્યો, દૂર દેશ ગયા અને મેં આચાર્યની શોધ કરી. આખરે એક નગરમાં તેઓ શ્રીના મને પત્તો લાગ્યા. તેમને મળતાં જ તેઓશ્રી સન્મુખ તારી સર્વ હકીકત મેં જણાવી દીધી. તેઓશ્રીએ મને કહ્યું “તું અહીંથી જા અને વિમળને આ પ્રમાણે જણાવ. હું તારી પછવાડે આવીશ. વિમળના સગાંસંબંધીઓને બેધ કરવાના એ જ ઉપાય છે, બીજે કાંઇ ઉપાય નથી.”
વામદેવ સંદેશા સમજ્યા નહિ. ઢીલના ખુલાસા અને પ્રેમ-આભાર.
પછી બુધસૂરિએ જે સંદેશા રતચૂડને કહ્યો હતા તે વિગતવાર રતચૂડે વિમળકુમારના કાન પાસે જઇ ધીરેથી સંભળાવ્યા. (વામદેવ કહે છે કે હું અગૃહીતસંકેતા!) એણે ખાનગીમાં જે સંદેશા કહ્યો તે મારા સાંભળવામાં ન આવ્યો. આ પ્રમાણે સંદેશા આપીને પછી રલચૂડે વિમળકુમારને સર્વ સાંભળે તેવી રીતે કહ્યું “આ કારણને લઈને અહીં આવવામાં મને ઢીલ થઇ અને એટલા માટે બુધસૂરિને સાથે લઈને હું આવ્યો નથી.” વિમળકુમારે જવાબમાં કહ્યું અંધુ ! તેં બહુ જ સારૂં કર્યું.”
ર
ત્યાર પછી હું, વિમળકુમાર, રત્રચૂડ, ચૂતમંજરી અને ખેચર નગરમાં આવ્યા. રચૂડ ત્યાં બે ત્રણ દિવસ ઘણા આનંદથી રહ્યો અને ત્યાર પછી પેાતાને સ્થાનકે ગયા.
Jain Education International
૧ આ સંદેશા શા હતા તે આવતા પ્રકરણ ખારમામાં સમાશે. ૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org