________________
પ્રકરણ ૧૭ ]
મુધચરિત્ર.
શુભવિપાક નિજસાધુતાના મુધ. અશુભવિપાક પરિણતિના મન્દ બુધ અને મન્દા માળસહુચાર
આ લાકમાં પ્રખ્યાત અને અનેક બનાવાથી ભરપૂર મેાટા વિસ્તારવાળું ધરાતળ નામનું સુંદર નગર હતું. એ નગરમાં ઘણા સુપ્રસિદ્ધ થયેલા મહિમાવાળા અને જગતને આનંદ આપનાર શુભવિપાકર નામના રાજા રાજ્ય કરતા હતા. એ રાજાએ પેાતાના પ્રતાપથી સમગ્ર ભૂમંડળને પોતાના કબજામાં લીધું હતું. સર્વ અવયવેએ અને અંગોએ ઘણી સુંદર એવી એ રાજાને અતિ વહાલી એક નિજસાધુતા નામની રાણી હતી, જે લેાકેામાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલી હતી. હવે એક વખતે સમય બરાબર થતાં એ નિજસાધુતા દેવીને પ્રાપ્ત કરીને તેની કુક્ષીદ્વારા બુધ નામના એક પુત્ર તે મન્નેને થયા. આ પુત્ર પણ જગતમાં ઘણા પ્રસિદ્ધ થયા, કારણ કે એ પુત્ર અનેક ગુણુતોની ખાણુ હતા અને કળાઓમાં કુશળતાનું મંદિર હતા. અનુક્રમે એ કુમાર ઉમરે વધતા ગયા તેમ રૂપમાં કામદેવની પેઠે વધારે વધારે આકબેંક મનવા લાગ્યા.
૧૨૮૫
હવે એ શુભવિપાક રાજાને એક અશુભવિપાક' નામના ભાઇ હતા જે દેખાવમાં ઘણા ભયંકર, આખી દુનિયાને સંતાપ કરનાર અને જનમેજયપ જેવા હતા. એ અશુભવિપાક રાજાને એક પરિણતિ નામની રાણી હતી: એ રાણીને મહિમા દુનિયામાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલા હતા; એ લેાકેાને ઘણા સંતાપ કરનારી હતી; એનું શરીર જ ઘણું ભયંકર હતું. આ અશુવિપાક અને પરિણતિના
૧ વિચક્ષણાચાર્ય ચરિત્રમાં ભૂતળ નગર આવે છે. બ્રુએ પૃ. ૭૬૩.
૨ વિચક્ષણાચાર્ય ચરિત્રમાં રાજા મલસંચયને પુત્ર શુભેદય હતેા તેની સાથે આ વ્યક્તિ સરખાવવા યેાગ્ય છે. જીએ પૃ. ૭૬૩.
૩ આ બુધ ને વિચક્ષણ આચાર્ય ચેાથા પ્રસ્તાવમાં આવે છે તેની સાથે સરખાવવા યાગ્ય છે. જે બુધ આચાર્ય કથા કરે છે તે પાતે જ બુધ કુમાર છે. ૪ આની સાથે અલાદયને હેવાલ સરખાવેા. જુએ પૃ. ૭૬૩.
Jain Education International
૫ જનમેજય-હસ્તીનાપુરના એક રાજા હતા. તેને સર્વે સર્પોને મારી નાખવાનો વિચાર થયા હતા અને એક મેટા યજ્ઞ કરી તેમાં તેણે એક તક્ષક સિવાય સર્વે સર્પોને હામ્યા. આ જનમેજયરાજા પાસે પ્રાયશ્ચિત કરાવવા સારૂ વૈશંપાયને આખું મહાભારત સંભળાવ્યું હતુ. જનમેજય એ ક્રોધસ્વરૂપ ગણાય છે, ૬ આની સાથે સરખાવા દેવી યોગ્યતા. જુએ પૃ. ૭૬૪.
૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org