________________
કારણ ૧૮ ] ઘાણપરિચય-ભુજંગતાના ખેલે.
૧૨૮૮ અહીં પધાર્યા અને અમારી સંભાળ લીધી તેથી ખરેખર આપે અમને ઘણે આનંદ ઉપજાવ્યું છે. આજનો દિવસ ધન્ય છે !'
એ સુંદર બાળાના આવા મીઠા શબ્દો સાંભળીને મન્દને મનમાં ઘણે સંતોષ થયો, વચન બોલવાની તેની પટુતા અને કુશળતા જોઈને તેના તરફ તેને રાગ થયો. પછી તેનો જવાબ આપતાં નમ્ર વચનથી સેહપૂર્વક તે બોલ્યો-“હે સુલોચના! તું કોણ છે તે અમને જણાવ અને આ ગુફામાં તું શા માટે રહે છે તે પણ વિગત સાથે અમને
મન્દકુમારે એ બાળા જેને વિશેષ પરિચય હવે પછી થશે તેને
ઉપર પ્રમાણે સવાલ કર્યો તે સાંભળતાં જ એ બાશેકને ઢાંગ. ળાના શેકનો પાર રહ્યો નહિ. એ શેકના આવેશમાં
એ બાપડી જમીન પર પડી ગઈ, તેને મૂર્છા આવી ગઈ અને તેની સર્વ ચેતના નાશ પામી હોય તેવી તે જણાવા લાગી. મન્દકમારને તેની આવી દશા જોઈને એકદમ લાગણી થઈ આવી અને તેને શુદ્ધિમાં લાવવા સારૂ તે પવન નાખવા લાગ્યું. કેટલાક ઠંડા પ્રયોગ કરી તેને સાવધ કરવાને તેણે પ્રયત્ન કર્યો, આખરે તે બાળાને ચેતના આવી ત્યારે મોટાં મોતી જેવાં આસું તેની આંખમાંથી ટપકવા લાગ્યાં. તેને આવી રીતે દીલગીરીમાં પડી ગયેલી જોઈને તેને તેમ થઈ જવાનું કારણ પૂછયું. જવાબ દેતાં સ્નેહથી ગદ્દગદ થતી વાણીએ પેલી બાળાએ જવાબ આપ્યો “અરે નાથ! મારા શેઠ ! આપ મારા શેઠ અને વડીલ હોવા છતાં આપ મને તદ્દન જ વિસરી ગયા એ તે કાંઈ મારા શોકનું નાનું સુનું કારણ છે? ખરે, મારા દેવ ! હું આપની દાસી જ છું. મારું નામ ભુજંગતા છે અને આપે પોતે જ મારી આ નાસિકા ગુફામાં નીમણુક કરી છે એ સર્વે વાત આપ ભૂલી જ ગયા જણુંઓ છે. એ નાસિકા ગુફામાં આપનો ખાસ મિત્ર પ્રાણ નામનો રહે છે અને તમારા જ હુકમથી તેની દાસી તરીકે હાલ હું રહું છું. એ ઘાણ સાથે તમારે બન્નેને ઘણું વખતથી સ્નેહ છે અને તમારી અને તેની સોબત પણ લાંબા કાળની છે. તે સોબત કેવી અને ક્યારથી થઈ હતી તે સંબંધી તમને હકીક્ત કહું તે જરા આપ બન્ને લક્ષ્યમાં લઈ લે.
૧ ભુજંગતા સપં. લાગવાપણુ. પ્રેમ. ઇંદ્રિયના વિષય પર વિચારણા વગર ચુસ્ત રહેવું તે.
૨ ધાણ–નાક. સુંઘવાને વિષય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org