________________
વામદેવના હાલહેવાલ.
વામદેવ—“આપને હું મારા પિતા જ માનું છું.”
સરળશે મને તુરત જ પેાતાને ઘેર લઇ ગયા અને પેાતાની બંધુમતી નામની સ્રી હતી તેને મને સોંપી દીધા, અર્પણ કર્યાં, તેણે મને ભાજન વિગેરે કરાવ્યું, પછી મારૂં નામ કુળ વિગેરે સર્વે પૂછ્યું, જે મેં સર્વ ખરાખર જણાવ્યું; સરળ શેઠને જ્યારે માલૂમ પડ્યું કે હું તેમની જ જાતના છું ત્યારે તેને પણ ઘણા આનંદ થયા અને પછી તે બાહ્યા “ પ્રિયે! વહાલી ! આપણે ઘણાં ઘરડાં થયાં છીએ અને અપુત્રીયા છીએ, તેની સ્થિતિ વિચારીને દેવે આપણને આ પુત્ર આપ્યો છે, અપુત્રીયાના તે પુત્ર થશે અને વળી આપણું ઘડપણ પણ પાળશે. ચાલા, દેવે આ વામદેવ આપણને આપ્યા તે ઘણું સારૂં થયું.”
પ્રકરણ ૨૨ ]
પોતાના પતિનાં આવાં સુંદર વચન સાંભળી બંધુમતી ઘણી રાજી થઇ. ત્યાર પછી સરળશેઠે તે મારાપર આખા ઘરને ભાર આરપણ કરી દીધા, હું જાણે ઘરના માલેક હાઉં તેમ મારી સાથે વર્તવા માંડ્યું, દુકાનની અંદર ગુપ્ત સંચામાં જમીનમાં રાખેલ હીરા મેાતી રલ પરવાળાં વિગેરે મહા મૂલ્યવાન ધન મને મતાવ્યું
૧૩૩૧
હવે શેઠને એ ધનની ઉપર ઘણી મૂર્છા હાવાથી તેઓ પેાતાની દુકાનપર જ સુતા હતા અને મને પણ પેાતાની સાથે સુવાડતા હતા. એક દિવસ એવા અનાવ બન્યા કે અમે મન્ને વાળુ કરી સંધ્યા વખતે ઘરે બેઠા હતા અને કાંઇ સામાન્ય વાતા કરતા હતા તે વખતે સ ફળશેઠના એક મિત્ર બંધુલ નામના તે નગરમાં વસતા હતા તેને ત્યાંથી શેઠને તેડું આવ્યું. તેડવા આવનારે કહ્યું કે તે રાત્રે અંકુલને પ્રાપ્ત થયેલ પુત્રની છઠ્ઠી છે, રાત્રીજાગરણ છે, તેથી શેઠે જરૂર ત્યાં આવવું.
આ નાતરૂં શેઠથી ના પાડી શકાય તેવું ન હેાતું, તેથી શેઠે મને કહ્યું “પુત્ર વામદેવ ! મારે તેા અંકુલને ઘરે જવું પડશે, તું અત્યારે દુકાને જા અને સાચવીને રહેજે, ’
મેં તે વખતે જામ આપ્યા “પિતાજી ! આપની વગર મને એકલાને દુકાને જવું તે ગમતું નથી, આજે તેા ઘરે રહીને મારી માતાજીની સેવા ઉઢાવીશ.”
૧ માયાવી અને ચારને વગર મહેનતે મળે તે ગમતું નથી, ચારી કરવા મન તલપી રહે છે, આ હકીકત વામદેવની ચેષ્ટાથી સ્પષ્ટ થાય છે. ઘરધનવ્યાપાર મળ્યાં તે પણ ત્યાં સ્થિર રહી ન શક્યા એ માયાવીની ચળ પ્રકૃતિ બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org