________________
પ્રકરણ ૨૨ મું.
વામદેવના હાલહવાલ.
guenia
OHTLAGEDDO
| મહા પ્રપંચ કરી વિમળથી છૂટો પડી ગયે, મારૂં જન્મનું નગર છોડી દીધું, મારા મિત્રને અપૂર્વ સેહ વિસારી દીધે, મારી સંસારવૃત્તિને વિસારી ચૂક્યો અને સરળતા કે સૌજન્યના બદલામાં લુચ્ચાઈ અને
તરકટને સ્થાન આપ્યાં અને મારી જાતને નસીબદાર માનતો હું બરાબર વખતે ખસી ગયે.
ચોરી અને માયાનું વામદેવપર પ્રાબલ્ય, સરળ શેઠપર તેણે કરેલો અગ્ય પ્રયોગ,
ચાકીદારોએ મેળવેલો પત્તો અને વામદેવને સજા, વિમળ મિત્ર પાસેથી નાસેલો હું કાંચનપુર નામના નગરમાં ગયો. ત્યાં જઈને હું બજારમાં ગયો. એક દુકાન પર સરળ નામનો શેઠ મારા જેવામાં આવ્યું. હું તેની દુકાન પર ગયે. તે વખતે મારા શરીરમાં રહેલી બહલિકા (ભાયા) જોરમાં આવી, વિકસ્વર થઈ, એની અસરતળે હું તે શેઠને પગે પડઘો, જાણે હું કેઈ નાટક કરનારે હોઉ તેમ કૃત્રિમ આડંબર કરી મારી આંખ મેં આનંદનાં આંસુથી ભરી દીધી, તે જોઈને સરળશેઠનું હૃદય પીગળી ગયું. પછી સરળશેઠ અને મારી વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ:
સરળશેઠ–“ભદ્ર! આ તને શું થયું છે? તું આમ શા માટે આંસું પાડે છે?”
વામદેવ “પિતાજી! આપને જોતાં મને મારા પિતા યાદ આવી ગયા!”
સરળશેઠ–“ભાઈ! તું રડ નહિ, જે એમ જ છે તે જા, હું તને આજથી મારે પુત્ર ગણું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org