________________
પ્રકરણ ૨૧] વામદેવની નાસભાગ.
૧૩૨૯ “વિશદ માનસ નામના નગરમાં એક શુભાભિસધિ' નામનો રાજા છે, તેને અત્યત નિર્મળ આચારવાળી બે ભાર્યા છે, તેઓનાં નામ અનુક્રમે શુદ્ધતા અને પાપભીરતા છે. એ શુદ્ધતા ભાર્યાથી સદરહુ રાજાને જીતા નામની દીકરી થયેલી છે અને પાપભીરતા ભાર્યાથી અચૌર્યતા નામની દીકરી થયેલી છે. એ બન્ને કન્યાઓ ઘણી સારી છે, ભલી છે, સુંદર છે. એમાંની જે ઋજુતા નામની કન્યા છે તે અત્યંત સરળ છે, સાધુજીવન ગાળનારી છે, સર્વ લોકને સુખ આપનારી છે અને તમારા જેવા પુરૂષોને સારી રીતે જાણીતી છે. એ રાજાની બીજી “અચૌર્યતા નામની દીકરી છે તે પણ કઈ પણ પ્રકારની સ્પૃહા વગરની છે, શિષ્ટ પુરૂષોને ઘણી વહાલી છે અને સર્વ પ્રકારે ઘણી સુંદર છે. એ અચૌર્યતા રાજકન્યાની પણ તમારા જેવાને તે સારી રીતે પ્રતીતિ થયેલી છે. જ્યારે તારો મિત્ર (વામદેવ) એ બન્ને ભાગ્યશાળી કન્યાને પરણશે ત્યારે તેય અને બહલિકા તેના ઉપર કઈ પણ પ્રકારનું જોર ચલાવી શકશે નહિ. એનું કારણ એ છે કે એ જુતા અને અચૌર્યતા બહલિકા અને તેમના વિરોધી છે, તેથી બન્ને એક બીજાની સાથે રહી શકતા નથી, જુતા હોય એટલે બહલિકાને ચાલી જવું પડે છે અને અચૌર્યતા હોય એટલે તેમને ચાલી જવું પડે છે, માટે જ્યારે એ જુતા અને અચૌર્યતાનો એને લાભ થશે ત્યારે તે બહલિકા અને તેયથી છૂટકારે પામશે. અત્યારે વામદેવની ધર્મપ્રાપ્તિને માટે જરા પણ યોગ્યતા નથી, તેથી હાલ તો તેની ઉપેક્ષા કરવી, તેને માટે બેદરકારી રાખવી અને તેને જવા દે એ જ યોગ્ય છે. અત્યારે એને માટે પ્રયાસ કરવો તદ્દન નકામો છે, કારણ કે પેલી બહલિકા અને સ્નેય તેને ધર્મસન્મુખ થવા દે એમ નથી.” | મુનિમહારાજના આવાં વચન સાંભળીને મારા મિત્ર મહાત્મા વિમળકુમારે પોતાના મનમાં મારા સંબંધી તે જ પ્રમાણે નિર્ણય કરી દીધો અને મારી ઉપેક્ષા કરી મારા સંબંધી વિચાર પણ છોડી દીધે.
૧ શુભાભિસન્ધિ-એટલે સારી બાબત સાથે જોડનાર-પુણ્ય. દુષ્ટાભિલાષથી વિપરીત. એની શુદ્ધતા-પવિત્રતા સ્ત્રીથી જીતા-સરળતા દીકરી થાય, કારણ શુભ સંગ અને વસ્તુશદ્ધતા સરળતાને જ જન્મ આપે અને ત્યાં સરળતા હોય તો કારસ્થાન, ગોટાળા કે કપટને સ્થાન રહેતું જ નથી.
૨ પાપભીરતાથી અચૌર્યતા એટલે ચોરી નહિ કરવી એ ભાવ જમે એ પણ શુભ સંયોગનું પરિણામ જ છે.
૩ ત્યાર પછી વિમળકુમાર અને ધવળરાજે દીક્ષા લીધી અને તેની પાલન કરી આત્મદ્ધાર કર્યો તે હકીકત ઉપરથી સમજી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org