________________
પ્રકરણ ૧૯] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ
૧૨૯૯ રની ચાલાકીઓ હોય છે, કઈ કઈ પ્રકારની દેશભાષાઓ જાણવા લાયક હોય છે અને લોકેની અનેક પ્રકારની ઈચ્છાઓ અને આચારોની સુંદરતા જોવા લાયક હોય છે–આ સર્વ બાબતની અનેક ધૂતારાઓ લુચાઓ છળકપટ કરનારાઓથી ભરેલી અને અનેક પ્રકારના બનાવોથી ભરપૂર પૃથ્વીને અનેક વાર જોવામાં ન આવે ત્યાં સુધી શી ખબર પડે ! તેટલા માટે ભાઈ! તું મેટા જબરજસ્ત ભવચક નગરમાં જેવા સારૂ આવી પહોંચ્યો તે બહુ સારું કર્યું. આ નગર અનેક બનાવોથી ભરપૂર છે, અનેક નવાઇજેવી અદ્ભુત વસ્તુઓથી યુક્ત છે અને ચતુર માણસોથી વ્યાપ્ત છે. જે પ્રાણી આ નગરને સારી રીતે બરાબર જુએ છે તેણે આ આખા ચર અને સ્થિર. સ્થાવર અને જંગમ ભુવનને જોયું એમ સમજવું. કારણ કે આખા ભવનનો-સ્વર્ગ મૃત્યુ પાતાળ-અત્ર સમાવેશ થાય છે. અહીં મારા રત! તું જાતે ચાલી ચલાવીને અહીં આવી પહોચ્યો અને મારી નજરે પડયો તેથી ખરેખર હું ધન્ય છું, ભાગ્યશાળી છું, કૃતકૃત્ય છું.”
મેં (વિચારે) “જવાબ આપ્યો-આપ કહો છો તે પ્રમાણે છે તો મને મારા નસીબે તમારી સાથે મેળવી આપો તે બહુ સારું થયું. હવે મારી ઉપર કૃપા કરીને માતાજી! મને સારી રીતે આ ભવચકનગર બતાવો.”
માર્ગનુસારિતાએ બતાવેલ કૌતુક. ભવચક્રની અનેક નવીનતાઓ,
સંયમ સુભટના હાલહવાલ. વિચારપુત્ર પોતાના પિતાશ્રી બુધરાજને કહે છે કે મારી મા
સીએ મારે આવો જવાબ સાંભળ્યો એટલે તેણે મારી પર્વત પર માગણીને સ્વીકાર કર્યા અને અનેક પ્રકારના બનાવે જન પુર.
સાથે આખું ભવચક્રનગર અને સાથે રહીને બતાવ્યું.
હવે એ નગરમાં ફરતાં ફરતાં મે જરા દુર એક નાનું નગર (ગામ) જોયું, એ નાના નગરની વચ્ચે એક મોટો ડુંગર ઘણે દૂરથી નજરે પડતો હતો, વળી એ ડુંગરના એક મોટા શિખર ઉપર એક નાનું શહેર વસેલું પણ ઘણે દૂરથી દેખાતું હતું. મેં માનુસારિતાને પૂછ્યું “માતાજી! આ ભવચકનગરમાં વળી બીજું અંદર શહેર તે કેવું છે? વળી એ નગરમાંથી
એક મોટે પર્વત બહાર નીકળેલા દેખાય છે તે કો? અને તેના શિખર ઉપર શહેર કયું છે તે સર્વ મને સમજાવો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org