________________
પ્રકરણ ૧૯ ]
મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ
૧૩૧૭
વિદ્યાધરો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. એ યુદ્ધમાં મહામાહ રાજાના સેનાની પાતાના દુશ્મનાને પછાડતા હતા અને પેાતાને જય પેાકારતા આગળ વધતા હતા.
તે વખતે
बहुदारुणशस्त्रशतैः प्रहतं; दलिताखिलवारणवाजिरथम् । श्रुतभीषणवैरिनिनादभयातदशेषमकम्पत धर्मबलम् ॥
ચારિત્રરાજનું ધર્મસૈન્ય અનેક પ્રકારનાં સેંકડો ભયંકર શસ્ત્રોના માર ખાઇ ગયું, તેમની હાથી ઘેાડા અને રથેની સર્વ ટુકડીએ દળાઇ ગઇ અને દુરમનની ભયંકર ગર્જના સાંભળીને એ આખું લરકર ધ્રૂજી ગયું.
પ્રાંતે એ વખતે મહાબળવાન્ ચારિત્રરાજ ઉપર બળવાન્ મહામેાહ રાજાએ આ મહા યુદ્ધમાં જીત મેળવી. ચારિત્રરાજના લરરમાં ભંગાણ પડ્યું અને તેએ ભાગીને પાતાના સ્થાનમાં પેસી ગયા. મહામેાહના સેનાનીઓ માટેથી શાર કાર કરતા પેાતાના દુશ્મનની પછવાડે પડ્યા અને તેની ચારે તરફ ઘેરા નાખી દીધા. આખરે માહરાજાનું રાજ્ય ચારે તરફ ફેલાયું અને ચારિત્રરાજ ઘેરામાં અંદર સપડાઇ રહ્યા.
'પિતાજી! તે વખતે માર્ગાનુસારિતાએ મને કહ્યું લ્હેમ ભાઇ ! કૃતહળ ખરાખર જોયું? હવે તારી જિજ્ઞાસા ખરાખર તૃપ્ત થઇ?”
મેં જવાબમાં કહ્યું “અરે હા ! માસી ! તમારા પ્રસાદથી મારી હોંસ તે ખરાખર પૂરી થઇ, હવે મારી એક માગણી છે તે આપ કૃપા કરીને પૂરી પાડો, આ લડાઇનું ખરેખરૂં મૂળ કારણ શું છે તે હજી મારા સમજવામાં આવ્યું નથી તે આપ સ્પષ્ટ કરીને મને જણાવે, ”
કલહનું મૂળ કારણ, પ્રાણની મૂળ શુદ્ધિ, વિચારનું સ્વદૅરો પરિવર્તન,
માર્ગાનુસારિતાએ મને જવાબ આપ્યા. “ ભાઇ ! એ માટી
૧ વિચારકુમાર પેાતાના પિતા બુધકુમારને વાર્તા કહેતાં કહે છે.
ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org