________________
પ્રકરણ ૨૦ મું.
વિમળા દીક્ષા.
Enકાણાવાdunica
વળરાજના પૂછવાથી બુધસૂરિએ છેલ્લા ત્રણ પ્રકરણમાં વર્ણવ્યું તે ચરિત્ર ખાસ લાભનો હેતુ લક્ષ્યમાં રાખી અન્યપર ઉપકાર કરવા સારૂ સંભળાવ્યું, એમાં ઘાણની ઉત્પત્તિ, ચારિત્રરાજની હાર, મંદની મૂખ,
વિચારની અનેકદેશીયતા, બુધનું સારગ્રહ, વિગેરે અનેક બાબતે મુદ્દાસર જણાવી અને છેવટે પોતાની ઓળખાણ આપી તે વાતનું રહસ્ય જણાવતાં તેઓશ્રીએ સંભાષણ આગળ ચલાવ્યું -
જીવન હકીકતનું સાદય. મહામે હાદિને સખ્ત સપાટે.
ભય વગરનું એક જ સ્થાન બુધસૂરિ–“રાજન્ ! મારું આખું ચરિત્ર તમારી પાસે કહેવામાં આવ્યું તે સાથે મારા બોધનું કારણ પણ તમોને દર્શાવ્યું. જે હકીકત મારા સંબંધમાં બની છે તેને મળતી હકીકત તમારા સર્વના સંબંધમાં લગભગ સરખી જ બને છે એમ તમારે સમજવું. એનું કારણ એમ છે કે આ ત્રણે લોકમાં મનુષ્યો અહીં તહીં વિચરે છે, હરે ફરે છે અને તેની પછવાડે મહામહ વિગેરે શત્રુઓ તેને હેરાન કરવા સારૂ દોડતા ફરે છે. એ મહામહ અને તેના તાબાના સર્વ સેનાનીઓ ઘણું ભયંકર છે, બહુ આકરા છે અને તેથી જે જે પ્રાણી એના સપાટામાં આવે છે તેના તેઓ કકડે કકડા કરી નાખે છે અને એક ક્ષણવારમાં એ પ્રાણુને તદ્દન ઉથલાવી નાખે છે, ચુંટી નાખે છે, ફેકી નાખે છે. એવી રીતે મેહરાય અને તેના સેનાનીઓ પ્રાણીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org