________________
૧૩૧૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ પ
લડાઇ ચાલતી હતી તે વખતે પેલા રાગકેસરિ રાજા પાસે અનેક બહાદુરીનાં કામેા કરીને નિપુણ થઇ ગયેલા મંત્રી ર્જાયા હતા તે તને યાદ હશે. એ મંત્રીએ આ જગ સાધવાની - ચ્છાથી અગાઉ પેાતાના પાંચ માણસે મોકલી આપ્યા હતા. હવે વાત એમ બની હતી કે ચારિત્રરાજના એક સંતેાષ નામના મંત્રીએ તે પાંચે ભાણુસાને રમત માત્રમાં હરાવી દીધા હતા અને તેમને હઠાવી પાછા કાઢ્યા હતા, એ વખતે આ બન્ને પક્ષેાને જે અરસ્પરસ વિરાધ અંધાયા હતા તેને લઇને અત્યારે આવું મહા ભયંકર યુદ્ધ અંતરંગ રાજાએમાં થયું. આ બધી અંદરના રાજાઓની અંદર અંદરની ખટપટનું પરિણામ છે.”
અંદરની ખટપટ.
વિચાર કહે છે કે પિતાજી! મેં ત્યાર પછી માર્ગાનુસારિતાને પૃયું “ એ પાંચ મનુષ્યેાની તમે વાત કરી તેનાં નામેા શાં છે? અને પાંચે આ જગતને કેવી રીતે સાધે છે તે તેા મને સમજાવેા.”
<<
માસીએ મને જવાબ આપતાં જણાવ્યું “દીકરા વિચાર! એ પાંચેનાં નામ અનુક્રમે સ્પર્શ, રસના, પ્રાણ, દૃષ્ટિ અને શ્રોત્ર એમ કહેવાય છે. એ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પ્રથમ તે પ્રાણીના મનને પેાતાની તરફ ખેંચે છે અને પછી તે દ્વારા ત્રણે જગતને સાધી લે છે. તને આ પાંચેની શક્તિની કેટલી વાત કહું ! એ પાંચમાંના દરેકે દરેક એટલે બળવાન છે કે તે એકલા જ આખા જગતને વશ કરી શકે, સાધી શકે, કબજે કરી શકે, એટલી તેનામાં તાકાત છે. હવે જ્યારે એ પાંચે એકડા થાય ત્યારે તેઆ જગતને સાધે તેમાં નવાઇ જેવું શું છે?”
પાંચેની શક્તિ.
"
પછી મેં મારી માસીને કહ્યું “ માજી ! હવે દેશ જોવાનું મારૂં કૌતુક પૂર્ણ થયું. તમારી કૃપાથી મેં થોડા વખતમાં બહુ જોઇ લીધું. હવે હું મારા પૂજ્ય પિતાજીની પાસે પાળેા જઇશ.”
માર્ગાનુસારિતા માસીએ મને કહ્યું “ ભાઇ ! આ લેાકેાની ચેષ્ટા તે જોઇ છે. હવે હું પણ તારી પછવાડે ત્યાં આવુ છું.”
Jain Education International
૧ મહામેાહના આ પુત્રનું વર્ણન અગાઉ આવી ગયું, જીએ
તથા પ્ર. ૪. પ્ર. ૧૩.
૨ રાગકેસરિના આ મૈત્રીનું નામ વિષયાભિલાષ છે, એ પ્ર. ૩, ૩, ૪ સંતાષ સંબંધી હકીકત પણ ઉપર આવી ગઇ, જીએ સદર પ્રકરણ તથા
*. ૪. પ્ર. ૩૬,
પ્ર. ૩. પ્ર. ૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org