________________
૧૩૦૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રતાવા વાત તદ્દન સાચી છે. તેમજ શત્રુથી પરાભવ પામેલ પ્રાણી આ દુનિયામાં તદ્દન સાર વગરનો છે એ વાત પણ તદ્દન સત્ય છે. વર્ષ મહામહ વિગેરે શત્રુઓ ઘણું દુષ્ટ છે, લુચ્ચા છે, પાપી છે, માટે નાશ કરવાગ્ય છે એ વાત તમે કહી તે પણ સત્ય છે. અને આપણુ મહારાજના સર્વે સેવકે તેનો ઘાત કરી શકે તેવા પરાક્રમી છે એ વાત પણ સત્ય છે. હું તો ત્યાં સુધી પણ કહું છું કે આપણું મહારાજાના હુકમમાં રહેનારા પુરૂષોને તમે બાજુ ઉપર રાખે, પરંતુ એમના લશ્કરની સ્ત્રીઓ પણ એ મહામહ વિગેરે શત્રુઓનો વિનાશ કરવામાં સમર્થે છે. પરંતુ હકીકત એવી છે કે
प्रस्तावरहितं कार्य, नारंभेत विचक्षणः।
नीतिपौरुपयोर्यस्मात्, प्रस्तावः कार्यसाधकः॥ ડાહ્યો માણસ અવસર વગર કઈ પણ કામ કદિ શરૂ કરતે નથી કારણ કે નીતિ અને પુરૂષત્વ અવસર જ બરાબર કામ સાધી આપી શકે છે. વળી પૂજ્ય મહારાજા અને આપ સેનાપતિ સમક્ષ નીતિશાસ્ત્રની વાત જણાવવી એ છે કે પિષ્ટપેષણુ જેવું છે, ભરડેલું ફરીવાર ભરડવા જેવું છે, પણ મુદ્દાની કાંઈક વાત તમને યાદ આપું છું. રાજનીતિ.
રાજનીતિમાં છ ગુણે કહ્યા છે, પાંચ અંગો બતાવ્યા છે, ત્રણ શક્તિ વર્ણવી છે, ઉદયસિદ્ધિઓ ત્રણ બતાવી છે અને નીતિ ચાર પ્રકારની કહી છે; એ ઉપરાંત ચાર પ્રકારની રાજવિદ્યા સ્પષ્ટ કરી છેઆવી આવી બીજી અનેક બાબતો નીતિશાસ્ત્રમાં કહેલ છે તે આ પને વિદિત છે તેથી તેનું વિશેષ વર્ણન અત્યારે કરવાની જરૂર નથી.
પરરાજ્ય સાથે રાજનીતિ ચલાવવામાં છ ગુણે ખાસ સંભાળવાં જોઈએ તે છ ગુણે આ પ્રમાણે છે: સ્થાન, યાન, સંધિ,
૧ અહીંથી રાજનીતિ બતાવવામાં આવી છે. એ સર્વ લોકે તેને લગતાં શાસ્ત્રોમાં તથા હનદા આકારમાં આવે છે. શુક્રનીતિમાં પણ સહજ કેરફાર સાથે આવે છે. મનુસ્મૃતિનું ટાંચણ આપશું, અન્યત્ર જિજ્ઞાસુએ શોધ કરી લેવી.
૨ આ છ ગુણેના સંબંધમાં મનુસ્મૃતિ અધ્યાય ૭ માં નીચે પ્રમાણે હકીકત છે તે વિચારવી, ત્યાં સ્થાન’ને બદલ આસન' શબ્દ વાપર્યો છે. ઉપરના સર્વને પિતાના ઉદય અને પરની હાનિરૂપ કાર્યનું અવલોકન કરીને ઉપયોગ કરે. એ પ્રત્યેક ગુણ બે બે પ્રકારના છે. વર્તમાન અથવા ભવિષ્યના લાભ માટે મિત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org