________________
૧૩૧૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ વ
આપેા, પછી તેઓના (દુશ્મનાના) ભાવ બરાબર સમજી જઇને 4ખતને અનુસારે જે ઘટતું કરવા જેવું લાગશે તે પ્રમાણે કરી લેશું.” દૂતપ્રેષણ,
સોધે જે છેવટે વાત કરી તે બાબતમાં મહારાજા ચારિત્રધર્મરાજે પેાતાની અનુમાદના આપી એટલે દુશ્મનાના લશ્કર તરફ સત્ય નામના એક દૂતને મેાકલવામાં આવ્યો. પિતાજી! મારી જિજ્ઞાસા તે વખતે ઘણી ઉશ્કેરાયલી હતી તેથી મારી માસી માર્ગાનુસારિતા પણ મને સાથે લઇને જે રસ્તે નૂત ચાલ્યા તેની પછવાડે ચાલી, છેવટે સર્વે મહામેાહ રાજાના લશ્કરમાં આવી પહોંચ્યા. પ્રમત્તતા નદીને કાંઠે એક મેટા ચિત્તવિક્ષેપ નામનેા મંડપ નાખવામાં આવ્યા હતેા તેમાં અનાવેલા એક સભાસ્થાનમાં મહામેાહ મહારાજા બિરાજમાન થયેલા હતા તે તેવામાં આવ્યા. દુશ્મનથી ભરેલી એ વિશાળ રાજસભામાં સત્ય નામના દૂત દાખલ થયો અને સહજ પ્રણામ કર્યાં એટલે તેને એક સારા આસનપર બેસાડવામાં આવ્યેા. ત્યાર પછી અરસ્પરસ ક્ષેમકુશળ વિગેરે સમાચાર પૂછવામાં આવ્યા. આખરે એ દૂત જો કે સાહસનું તેા ઘર હતા છતાં ઉદાર મુદ્ધિ વાપરીને ક્રોધની શાંતિ થાય તેવી રીતે પેાતાનું કાર્ય જણાવતા બેાયેટઃ——
વિચક્ષણ સત્ય દૂતે આપેલા સંદેશા, વિરોધી રાજાઓના ક્રોધી જવામ. અભિમાન ઉત્ક્રુતાઇની પરિસિમા
“ આ ચિત્તવૃત્તિ નામની જે મેટી અટવી છે ( જેમાં તમે સ ભાસ્થાન લગાવીને રહ્યા છે. ) તેના માલેક અને અધિષ્ટાતા તે સંસારીજીવ છે અને તેથી ખરેખરી રીતે આ અટવીના મૂળનાયક પણ એજ છે. વળી જુએ ! બાહ્ય અને અંતરંગના સર્વે સંસારી રાજાઓના અને ગામા અને નગરાના ખરેખરા સ્વામી તે! તે જ છેએ મામતમાં જરા પણ શંકા જેવું નથી. આ પ્રમાણે હાવાથી અમે કર્મપરિ
૧ જુએ પ્ર. ૪. પ્ર. ૯. ત્યાં ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદી અને ચિત્તવિક્ષેપ મંડપનું સંપૂર્ણ વર્ણન આપેલ છે.
૨ ચિત્તવૃત્તિ મહાઅટવીનું વર્ણન ૫. ૪. પ્ર. ૯ માં થયું. મહામહ રાજાએ પેાતાનું સભાસ્થાન એ અટવીમાં નાંખ્યું છે. અત્યારે દૂત એ અન્ વીમાં નાંખેલ સભામાંજ વાત કરે છે, જે અટવી ઉપર મેાહરાન પેાતાનું રાજ્ય માને છે તેના ઉપર ચારિત્રરાજને પણ સરખા જ હક્ક છે એવી તેની દલીલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org