________________
પ્રકરણ ૧૯ ] મોહરાય ચારિત્રધર્મનું યુદ્ધ
૧૩૦૭ વિગ્રહ, સંશ્રય અને ધીભાવ, (“રથાન એટલે લશ્કરને કઈ જગ્યા પર રાખવું તે સંબંધી વિચારણું. કુલક ભટ્ટ સ્થાનમાં લકર, ખજાને, નગર અને દેશને સમાવેશ કરે છે. પરરાજ્ય સાથે નીતિ કેવી ચલાવવી તેમાં આસ્થાન ઉપર ખાસ લક્ષ્ય રાખવાનું છે. ત્યાનમાં કુચ કરવાની અને હલ્લો કરવાની બાબતનો સમાવેશ થાય છે. કેટલીક વાર બચાવ કરવાને હેય છે અને કેટલીક વાર પતે જ સામી બાજુપર ધસારો કરવાનો હોય છે. આ યાનમાં લશ્કરને પૂરી પાડવાની જરૂરીઆતો સંબંધી બાબતનો પણ સમાવેશ થાય છે. (Commissariat & Transport) “સંધિ અને વિગ્રહ સંધિમાં પરરાજ્ય સાથે સુલેહ અને તેને લગતા કેલકરાને રામાવેશ થાય છે અને વિગ્રહમાં કેવા સંગમાં લડાઈ જાહેર કરવી, તે વખતે કઈ બાબતો વિચારવી તે સર્વને સમાવેશ થાય છે. “સંશ્રયમાં જે રાજ્ય સાથે સુલેહ અથવા સંબંધના કેલકરાર થતા હોય તે રાજ્ય અન્ય રાજ્ય સાથે લડાઈના પ્રસંગે કેવી અને ક્યારે મદદ કરવી તે બાબતની શરતોનો સમાવેશ થાય છે. “ધીરાજાને મળીને બીજા રાજ ઉપર ચઢાઈ કરવામાં આવે તેને સમાનક સંધિ કહે છે અને અમે અમુક રાજા પર ચઢાઈ કરશું, તમે બીજા અમુક ઉપર કરો, એમ ગોઠવણ કરી ચઢાઇ કરવામાં આવે તેને અસમાનકર્મી સંધિ કહે છે. શત્રુને પરાજય કરવા પોતે લડાઈ કરવી તે એક પ્રકારને વિગ્રહ” અને મિત્રરાજા ઉપર ઉપકાર કરવા લડાઇ જાહેર કરવી તે બીજા પ્રકારને ‘વિગ્રહ'. જરૂર પડતાં શત્રુ૫ર એકલા આક્રમણ કરવું પડે તે એક પ્રકારનું ધ્યાન” ( ચઢાઇ) અને મિત્રની સાથે મળી ચઢાઈ લઈ જવી તે બીજા પ્રકારનું બયાન'. આસન એટલે સેના ભંડારથી ક્ષીણું થયેલા રાજાએ છાનામાના બેસી રહેવું તે એક પ્રકારનું આસન અને મિત્રના રોધથી બેસી રહેવું પડે તે બીજા પ્રકારનું આસન . થોડા સૈન્યને અમુક સ્થાન પર રાખવું અને થોડા સૈન્ય સાથે રાજાએ પોતે કિલ્લામાં રહેવું એ બે પ્રકારને તૈધીભાવ'. શત્રુના આવી પડેલા સંકટને દુર કરવા મોટા રાજાને આશ્રય તે “સંશ્રય” અને ભવિષ્યના તેવા સંકટને દૂર રાખવા આશ્રય કરવો તે બીજા પ્રકારનો સંશ્રય (મનુ. ૭. ૧૬૦–૧૬૮).
ભવિષ્યમાં પોતાની ઉન્નતિ થશે એમ જાણે અને અત્યારે સામાન્ય પીડા થશે એમ લાગે તે સંધિને આશ્રય કરો (૧૬૯). જ્યારે મંત્રીમંડળ પ્રસન્ન થયેલું હોય અને પોતાને હાથી, ઘેડા, ધન, ભંડાર તથા પ્રભુશક્તિ મંત્રશક્તિ અને ઉસાહથી ભરપૂર જુએ ત્યારે શત્રુ સાથે ‘વિગ્રહ’ કર (૧૭૦). પોતાનું સૈન્ય ધનથી અને મનથી પ્રસન્ન હોય અને અન્નાદિથી પુષ્ટ હોય તથા શત્રુસૈન્ય તેથી વિપરીત જાણવામાં આવે ત્યારે શત્રુ પર ચઢાઈ (યાન) કરવી (૧૭૧). જ્યારે પોતે હાથી
ડાથી ક્ષીણ થઈ જાય ત્યારે યપૂર્વક “આસનને આશ્રય કરવો એટલે શાંત બેસી રહેવું (૧૭૨) શત્રુ મહાબળવાન હોય ત્યારે તૈધીભાવ' કરી સન્યના બે વિભાગ પાડવા. (૧૭૩). શત્રુ રાજાના સૈન્યને તાબે થવાને વખત આવે ત્યારે કિલ્લામાંથી બહાર નીકળી બળવાન રાજાને “આશ્રય” કર (૧૭૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org