________________
પ્રકરણ ૧૯] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ.
૧૩૦૩ ભળવામાં અને સમજવામાં આવી, હવે આપણે એ સંબંધમાં શું કરવું તેને તમારા મનમાં જે વિચાર થયે હોય તે જણાવો.” મહારાજા ચારિત્રરાજનો આવો પ્રશ્ન સાંભળીને સત્ય, શૌચ,
તપ, ત્યાગ, બ્રહ્મચર્ય વિગેરે જે રાજાઓ ત્યાં બેઠા યુદ્ધને હતા તેઓનાં મનમાં યુદ્ધ કરવાનો ઉત્સાહ વૃદ્ધિ ઉત્સાહ પાપે અને અત્યંત ઉત્સાહમાં આવી તેઓએ એકત્ર
પણે જણાવ્યું “અહો! આપણું સંયમ સુભટની આટલી બધી કદર્થના એ લેકેએ કરી તે સર્વ શું આપણે ખમીને બેસી રહીએ? શું હજુ પણ આપણને આ બાબતમાં વિલંબ કરો ઘટે? અપરાધ કરે તેને ક્ષમા આપવાથી તે અપરાધની ક્ષમા જ જે પ્રાણીઓને અપથ્ય તરીકે પરિણમે-મતલબ જેને ક્ષમા આપવાથી ઉલટા જોરમાં આવે–તેવાઓને તો જડમૂળથી ઉખેડી નાખવા એ જ તેઓને ઠેકાણે લાવવાનું ઓસડ છે. કેટલાક પ્રાણીઓને ક્ષમા આપવી તે ઉલટી અપથ્ય ભોજન જેવી થાય છે અને તેઓ આપનારનો આશય ન સમજતાં નરમ પડવાને બદલે ઉલટા શેરમાં આવે છે, તેવાઓને યોગ્ય શિક્ષા કરવી એ જ તેમના સંબંધમાં યોગ્ય ઉપચાર છે. વળી સાહેબ ! જ્યાં સુધી એ મહામહ વિગેરે ભયંકર શત્રુઓને મારી હઠાવવામાં ન આવે ત્યાં સુધી અમારી જેવાઓને સુખની ગંધ પણ કેમ આવે? પણ સાહેબ ! આપશ્રીની જ્યાં સુધી એ બાબતમાં પ્રબળ ઇચછા પ્રવર્તે નહિ ત્યાં સુધી એ દુરાત્માઓનો નાશ પણ થઈ શકે નહિ. જુઓ સાહેબ! આપને એક એક સેનાની એવો બહાદુર છે કે મોટા ભયંકર સંગ્રામમાં તે એકલો શત્રુની આખી સેનાને નસાડી મૂકે, હરાવી દે અને નાશ પમાડે; જેવી રીતે એક કેશરી સિંહ એકલે હરણીઆના આખા ટોળાના ટેળાને નસાડી મૂકે છે તેવી રીતે તમારો પ્રત્યેક લશ્કરી સુભટ દુશમનને દળી નાખે તે છે તે આપને સારી રીતે જાણીતી બીના છે. જે આપને હુકમ વચ્ચે ન આવતો હોયતેની રાહ જોવાની ન હોય, તો મોટા ખળભળાટ થયેલા સમુદ્રના
જાઓની જેમ તમારા સેનાનીઓ દુશમનના લકરને ડૂબાડી દે.” મહારાજાની વિચારણ, (Consultation.)
આ પ્રમાણે મહારાજા વિગેરેની સામે લડવા જવાની હોંસવાળા ગુમાની રાજાઓ સઘળા એક વિચારમાં આવી ગયા અને ઉપર
૧ આ મુક્તતા નામની ચોથી પુત્રી અગાઉ વર્ણવેલ છે તે સમજવી. જુઓ ઝ, ૪. પ્ર. ૩૫. પૃ. ૧૦૬૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org