________________
૧૩૦૨
ઉપમિતિ ભવપ્રપંચા કંથા,
[ પ્રસ્તાવ ૧
ગાજી ઉઠેલ મહાસમુદ્ર જેથી તે રાજસભાની સ્થિતિ તે વખતે મની ગઇ. ક્રોધ પામેલા યમરાજની જેવા દેખાવ કરીને કોઇ માટેથી હાકારો કરવા લાગ્યા, કાઇ પાતાના હાથને પછાડવા લાગ્યા, કાઇના રામરાય લાગણીથી ઊંચા થઇ આવ્યા, કોઇ તે મનાવ જોઇને એવા આકરા થઈ ગયા કે રાષથી તેમનાં મુખ લાલ થઇ ગયાં અને તેમનાં ભયંકર ભવાં ચઢી ગયાં, કાઇ વળી છાતી કાઢીને ઊભા ઊભા પેાતાની તરવાર ઉપર નજર નાખવા લાગ્યા, કાઇ ક્રોધથી એટલા અંધ થઇ ગયા કે તેની અસરથી તેમની આંખેા રાતી થઇ ગઇ, કાઇ માટેથી એટલું અટ્ટહાસ કરવા લાગ્યા કે તેના જોરથી જાણે આખી પૃથ્વી ગાજી રહી હાય એમ લાગ્યું, કાઇને તેા એટલી સખ્ત ગરમી અંદર આવી ગઇ કે તેના તાપના જોરથી તેમના શરીર પર પરસેવાનાં બિન્દુ દેખાવા લાગ્યાં અને કેટલાકનું શરીર તો ક્રોધથી એટલું બધું લાલ થઇ ગયું કે જાણે તે સાક્ષાત્ સળગતા અંગારા ( અગ્નિ ) જ હોય તેવું દેખાવા લાગ્યું.
આવી રીતે આખા રાજમંદિરના સર્વ લેાકેામાં મેાટા ખળભળાટ થયેલા જોઇને ચારિત્રધર્મરાજને તેના સદ્વેષ નંશાંત થવાની ત્રીએ કહ્યું “દેવ! જે ધીરા અને સમજુ પુરૂષ જરૂરી આત. હોય છે તેમણે અકાળે થઇ આવેલાં વાદળાંની ગજેના જેવા ખળભળાટ કરી મૂકવા યુક્ત નથી. માટે સાહેબ! આ રાજાઓને આપ જરા શાંત કરે, હવે વાતની હદ થઇ ગઇ છે, તેથી આપશ્રી તેઓની સાથે આપનેા અભિપ્રાય મેળવા અને તેમની પણ પરીક્ષા કરો!”
સોાધ મંત્રીની આવી સૂચના થતાં ચારિત્રરાજે સર્વ રાજા
તરફ માત્ર નજર કરી અને જાણે તે વખતે વર્તતા ક્ષેાભ અટકાવવાની પોતાની ઇચ્છા છે એવી ચેષ્ટા બતાવી એટલે સર્વ વિચક્ષણ રાજા, સુભટ અને સભાસદે એકદમ મૌન થઇ ગયા. સમજું માણસા ઇસારા માત્રમાં પેાતાનું કર્તવ્ય અને સામાનું મન સમજી જાય છે.
સૂચનાને
અ મ લ.
તે વખતે ચારિત્રધર્મરાજે સર્વ સભાજનાને ઉદ્દેશીને કહ્યું “ અહો મહીપાળે ! આ પ્રમાણે હકીકત બની છે તે તમારા સાં
૧ આની સાથે મેાહરાજાની સભા સરખાવવા યાગ્ય છે. તેએનું નિર્વિવેકીપણું આ પ્રકરણમાં આગળ લેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org