________________
૧૨૯૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
સંબંધથી તેને એક ઘણી ભયંકર આકૃતિ ધારણ કરનાર ઘાતકી મન નામના પુત્ર થયા જે સાક્ષાત્ વિષના અંકુરા જેવા ખરામ હતા; કરોડો દેખેાનું નિવાસસ્થાન હતેા, ગુણ્ણાના સંબંધમાં તે તેની ગંધથી પશુ રહિત જ હતા. તે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ મદ અને અભિમાનથી સર્વદા ઘુંચવાયલા જ રહેવા લાગ્યા. ટૂંકામાં કહીએ તે આ મન્દ સર્વ પ્રકારે દેષનું પાત્ર ગુણ વગરના અને અભિમાનનું સાક્ષાત્ પૂતળું જ હતા. બુધ અને મન્દ કાકાકાકાના છે.કરા હતા તેથી તેમજ કાંઇક સ્વાભાવિક રીતે બન્નેને એક બીજા સાથે સારી દોસ્તી ચાલી આવતી હતી. બાળપણમાં સાથે ઉછરેલા હોવાથી અને નજીકના સગા હોવાથી એમને સુંદર સહચારીભાવ થાય તે તદ્દન બનવા જોગ જ હતું. બન્ને રમતા સાથે, ફરતા સાથે અને આનંદ પણ સાથે કરતા હતા. કોઇ વાર તેઓ નગરમાં સાથે ફરે, કોઇ વાર સાથે માગબગીચામાં લટાર મારવા નીકળી પડે અને કોઇ વાર ક્રીડા કરવા સાથે નીકળી પડી આનંદરસને અનુભવ કરે.
બુધને ઘેર ધિષણાથી વિચારના જન્મ,
હવે એક શુભાભિપ્રાય નામના રાજા વિમલમાનસ નામના નગરમાં રાજ્ય કરતા હતેા તેને અત્યંત રૂપવાન્ ધિષણા નામની પુત્રી હતી. એ પુત્રી જ્યારે પૂર્ણ યુવાવસ્થામાં આવી ત્યારે સ્વયંવરમંડપ કરીને બુધકુમારને વરી અને ત્યાર પછી તેના પિતાએ માટી ઉત્સવ કરીને તેને બુધકુમાર સાથે મેોટા આડંબરથી પરણાવી. આ બુધકુમાર અને દેવી વિષણાને પુત્ર માટે અનેક મનારથા થયા કરતા હતા. એમ થતાં થતાં જ્યારે એ સમય આવી પહોંચ્યા ત્યારે તેમને સર્વ ગુણાના મંદિર રૂપ એક વિચાર' નામના પુત્ર ઉત્પન્ન થયા.૪
-
૧ આ મંદના ચરિત્ર સાથે કુમાર જડનું ચરિત્ર જે પૃ. ૭૬૫ થી શરૂ થાય છે તે લક્ષ્યમાં રાખવા યેાગ્ય છે.
૨ સરખાવે બુદ્ધિદેવીની હકીકત પૃ. ૭૬૬ થી.
૩ આ પાત્ર પ્રકર્ષ સાથે સરખાવવા યોગ્ય છે. જાણીતા ચેાથા પ્રસ્તાવના મામા ભાણેજ પૈકી આ ભાણેજ છે. પૃ. ૭૬૬ માં એને જન્મ વર્ણન્યા છે.
૪ શુભવિપાકથી ને સ્વયંસાધુતાથી બુધ (વિદ્વાન—સમન્નુ ) પુત્ર થાય અને સમજણ સાથે ધિષણા એટલે બુદ્ધિના મેળાપ થાય ત્યારે તેમાંથી વિચારને જન્મ થાય. આ માનસશાસ્ત્રના નિયમ છે અને વિચારને અંગે ખાસ લક્ષ્યમાં રાખવા યેાગ્ય બાબત એ છે કે શુભવિપાક અને નિજસાધુતા હોય તેમાંથી જ્યારે બુદ્ધિ અને સમજણ પૂર્વક વિચાર નીકળે ત્યારે તે વિચારા ખાસ સારા આદરણીય અને આર્ષક લાગે છે. આ સાઇકાલેાજી (Psychology ) લક્ષ્યમાં રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org