________________
૧૨૨૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ આવી રીતે મહારાજ ધવળરાજ સંતોષ પામ્યા, મહાદેવી કમળ સુંદરી તુષ્ટમાન થયા અને આખા રાજ્યના સર્વ પ્રજાજન અને પ્રધાનમંડળ પ્રમેદ પામ્યા; કારણ અત્યારે તેઓની ધારણાથી ઉલટી રીતે વિમળકુમાર સુખસાગરમાં ડૂબકી મારતે તેમને દેખાતું હતું. એક દિવસ દીન દુખીને લઈ આવવા માટે જે પુરૂષોની ફેજના કરી હતી
તેઓ હિમભવનમાં દાખલ થયા અને તેઓએ રાદુખીની શોધ. જાની આડે પડદો નાખી દીધો, તે પડદાની પછ
વાડે એક પુરૂષને તેઓએ બેસાડ્યો અને તેઓએ અંદર આવી મહારાજાને પ્રણામ સાથે વિજ્ઞપ્તિ કરી કે “મહારાજ! આપશ્રીના હુકમથી અમે દીનદુઃખીની તપાસ કરતા અહીં તહીં ફરતા હતા, એટલામાં અમારી તપાસમાં અમે એક ઘણુજ દુઃખી પુરૂષને જોયો એટલે તેને અહીં લઈ આવ્યા છીએ. એ અત્યંત ઘણું (જુગુસાકંટાળ) ઉપજાવે તે હોવાથી આપના દર્શનને યોગ્ય નથી તેથી અમે તેને પડદાની પછવાડે રાખ્યો છે; આપના હુકમ પ્રમાણે અમે તેને અહીં લઈ આવ્યા છીએ; હવે આપ મહારાજશ્રીનો એ સંબંધમાં જેમ હુકમ થાય તેમ કરીએ.” ધવળરાજે પૂછયું કે “અહો ભદ્ર! તમે એને ક્યાં છે અને તે કેવી રીતે ઘણે જ દુઃખી છે એ હકીકત જણાવો.” ધવળરાજનો આ સવાલ સાંભળીને રાજપુરૂષોમાં એક
હાથ જોડીને બોલ્યો-“આપશ્રીના હુકમ પ્રમાણે દુઃખ ખરે દુઃખી () અથવા ત્રાસથી હેરાન થતાં લેકેને અહીં લઈ આ
વવા માટે અમે અહીંથી વિદાય થયા. પછી અમે પ્રથમ તો આપણું આખું નગર તપાસી લીધું તો ત્યાં તો સર્વ કેને સુખી અને આનંદી જોયા. ત્યાંથી પછી અમે જંગલમાં ગયા તો ત્યાં દૂરથી અમે આ પુરૂષને જોયે. તે વખતે બરાબર મધ્યાહન વખત હતા, પૃથ્વીનું તળિયું અગ્નિ જેવું ગરમ થઈ ગયું હતું અને જાણે તપાવેલ લેઢાને પિડે જ હોય તેવો સૂર્ય આકાશમાં રહી જગતને તપાવી રહ્યો હતો–એવે વખતે ભડભડ થતા અગ્નિ જેવા સૂક્ષ્મ ધૂળના જથ્થામાં પગમાં જેડા (ઉપાન) વગર એ પુરૂષને ચાલતો અમે જે. અમે ધાર્યું કે એ ઘણો જ દુઃખી હોવો જોઈએ, નહિ તો આવે વખતે પગમાં જેડા વગર ચાલે નહી. પછી અમે દૂરથી એને બોલાવ્યો. બૂમ
૧ જ્ઞાતિભ્રષ્ટ, ચંડાળ, નીચકમ અથવા વ્યાધિગ્રસ્ત સાથે રાજા સામસામી વાત કરતા નહિ, વચ્ચે પડદો નખાવવાનો રિવાજ અસલ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org