________________
૧૨૭૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૫ ત્રાસ પામી ગયેલે દેખાય છે. તે વખતે તેની એવી અત્યંત દયા ઉપજાવે તેવી સ્થિતિ જોઈને ગુરૂમહારાજને તેના ઉપર કરૂણ ઉત્પન્ન થાય છે અને એવા ભયંકર દુઃખમાંથી આ પ્રાણીને કેવી રીતે છોડાવ તેને તેઓ વિચાર કરે છે. એવા વિચારને પરિણામે એવા દુઃખમાંથી એને છોડાવવાના ઉપાયની શોધમાં ગુરૂ તત્પર થાય છે અને શેધ કરતાં જિનેશ્વર ભગવાન્ ૨૫ મહાવૈદ્યના ઉપદેશથી ઉપાય જાણી લે છે
અને મનમાં બરાબર ગોઠવીને ધારી રાખે છે. ત્યાર પછી કઈ વખતે ચાર ધૂતારા જેવા રાગ વિગેરે જ્યારે સુઈ ગયા હોય, મતલબ જ્યારે તેઓ જરા ક્ષયોપશમભાવ પામ્યા હોય તેવા વખતની બરાબર તક સાધી એ શુદ્ધ જીવસ્વરૂ૫ રૂપ ધર્માચાર્ય શિવમંદિરમાં જઈ સત્ય જ્ઞાનનો દી તૈયાર પડેલે હોય છે તેને સળગાવે છે અને તે પ્રા
ને સમ્યમ્ દર્શનરૂપ પ્રબળ વજદંડ તેના હાથમાં આપે છે. એ વખતે આ પ્રાણનું આત્મસ્વરૂપ રૂપ શિવમંદિર સત્ય જ્ઞાન રૂ૫ દીપકથી ઝળઝળાયમાન થઈ જાય છે, મહા પ્રભાવશાળી સમ્યગ દર્શનરૂપ નિર્મળ જળપાનથી કર્મને ઉન્માદ નાશ પામી જાય છે અને એ પ્રાણીના હાથમાં મહા વીર્યશાળી તેજસ્વી ચારિત્રનો વજદંડ આવે છે એટલે ગુરૂમહારાજના વચનને અનુસરીને એ પ્રથમ મહામહ વિગેરે આકરા ધૂતારાઓ જેને તે અત્યારસુધી પોતાના મિત્ર ગણો હતો અને રાગવિગેરે ચરો જેને પોતે પોતાના હિતસ્વી માનતે હવે તેને મોટા અવાજથી બેલાવે છે અને તેમના ઉપર વજદંડના ફટકા લગાવવા માંડે છે. એવી રીતે જ્યારે ધૂતારાઓ અને ચેરે ઉપર વજદંડના પ્રહારો પડે છે ત્યારે આ પ્રાણીને કુશળ આશય વિશાળ થતું જાય છે, પૂર્વ કાળમાં બાંધેલાં કર્મો પણ ક્ષય પામે છે, નવાં કમને બંધ થતો નથી, તુચછ વર્તન અને અધમ વ્યવહાર તરફ જે પ્રેમ બંધાયેલું હોય છે તે વિલય પામે છે, એનું આંતર તેજ (જીવવીર્ય) ઉલ્લાસ પામે છે, એનો આત્મા નિર્મળ થાય છે,
૧ ૫શમ ભાવઃ ઉદયમાં આવતાં કર્મને બંધ કરી અને અંદર સત્તામાં રહેલાને દબાવી દઈ થોડા વખત સુધી રાગ વગરની દેખાતી સ્થિતિ પ્રાપ્ત થાય તેને ક્ષપશમભાવ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org