________________
૧૨૭૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રજાવ ૫ પાસે ગયો અને વૈદ્યને પૂછયું કે આવું મોટું દુઃખ બડરગુરૂને તે તેને ઉપાય શ કરવો? એના સવાલના જવાબમાં વૈ તેને ઉપદેશ આપ્યો, ઉપાય બતાવ્યો અને તે પેલા શિવભક્ત સભ્ય પ્રકારે ધારણમાં લઇ લીધે.
બટરગુરૂ માટે માહેશ્વરે કરેલ ઉપાય. તરવપ્રીતિકર જળપાનથી આત્મભાન, વજદંડ ઉપયોગ અને સ્વકુટુંબ પ્રકટીકરણ,
ભવગ્રામ છોડી સારગુરૂને શિવાલયમાં વાસ, પછી વધે જે ઉપાય બતાવ્યું હતું તે પ્રમાણે સામાન અને તદગ્ય સર્વ સામગ્રી સાથે લઈ તેજ રાત્રે એ શિવભક્ત શિવમંદિરમાં ગયો. પિતે મેડી રાત્રે ત્યાં ગયે તે વખતે તેને માલુમ પડ્યું કે ઘણી વખત સુધી પેલા બઠરગુરૂને નાચ કરાવીને પેલા ધૂતારાઓ ઘણા થાકીને સુઈ ગયા હતા. આવી અણધારી તક મળેલી જોઈને એ શિવભક્ત શિવમંદિરમાં દાખલ થયે અને દાખલ થતાંની સાથે જ શિવમંદિરમાં તૈયાર પડેલો હતો તે દીવો સળગાવ્યું. દી સળગતાં પેલા બટરગુરૂએ આ દાખલ થયેલા શિવભક્તને બરાબર છે, પછી તેનામાં તેવા પ્રકારની ભવ્યતા (યોગ્યતા અથવા થવાની હકીકત ) હોવાથી તથા અતિશય થાકના ખેદથી બઠરગુરૂએ કહ્યું કે “મને થાકથી બહ તરસ લાગી છે માટે મને પાણી પાઓ!” આટલી હકીકત સાંભળતાં જ પેલા શિવભક્ત કહ્યું “અરે ભટ્ટારક! આ મારી પાસે ઘણું મીઠું તીર્થંજળ છે, એનું નામ તરવરેચક જળ છે અને તે ઘણું સુંદર છે તેથી તે તમે પીઓ. ભટ્ટારક ગુરૂએ એ વખતે તે જળ પીધું. એ પાણી પીતાંની સાથે જ એક ક્ષણવારમાં તેનો ઉન્માદ હવે તે નાશ પામી ગયો, એની ચેતના તદ્દન નિમેળ થઈ ગઈ, અને એ સ્વસ્થ સ્થિતિને પરિણામે તેણે શિવમંદિર ઉપર નજર નાખી તે વખતે તેને જણાવ્યું કે પેલા તેના મિત્રો થઈને રહ્યા છે તે તે ચાર અને ધૂતારાઓ છે. પછી તેણે માહેશ્વરને પૂછ્યું કે “આ બધું શું છે? ત્યારે તેણે ધીમે ધીમે સઘળી હકીકત દર્શાવી. બટરગુરૂએ સર્વ હકીકત સાંભળી છેવટે પૂછયું કે “ત્યારે હવે મારે શું કરવું?” એ વખતે એ શિવભક્ત તેને એક વજદંડ આપે અને ચકખા શબ્દોમાં કહ્યું
૧ તીર્થળઃ મોટી નદીઓ, ડુંગરે અને દૂરના સમુદ્રોના જળને તેની ૫વિત્રતાને અંગે તીર્થજળ કહેવામાં આવે છે. અહીં તો તે રૂપક છે. તપ્રીતિકર જળમાટે વિશેષ હકીકત પ્રથમ પ્રસ્તાવમાં આવી ગઈ છે. જુઓ પૃ. ૧૦૩.
૨ વજદંડ: સખ્ત લોઢાની ન ભાંગે તેવી લાકડી અથવા લાઠી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org