________________
પ્રકરણ ૧૬ ૩ કથાઉપનય. ઉત્તર વિભાગ.
૧૨૯૧
સમુદ્દાત દ્વારા બાકી રહેલાં સર્વ કર્મોને સરખાં કરે છે, પછી ચેોગ ( મન વચન કાયાની પ્રવૃત્તિ )ના નિરોધ કરે છે, શૈલેશિ અવસ્થા ઉપર આરોહણ કરે છે, આ સંસારને સંબંધમાં રાખનાર કર્મો જેને ભવાપગ્રાહી કો' કહેવામાં આવે છે તેનાં સર્વ બંધનાને તોડી નાંખે છે, દેહરૂપ પાંજરાના સર્વથા ત્યાગ કરે છે, તેને મૂકી દે છે, પછી આ ભવગ્રામ (સંસાર) સદાને માટે છેડી દઇને એ પ્રાણી નિરંતરને આનંદ પ્રાપ્ત કરી, સર્વ પ્રકારની માધાપીડાથી મુક્ત થઇ શિવાલય (મેાક્ષ) નામના નગરે પહોંચી જાય છે, એ નગર મેાટા મઠ જેવું છે, ત્યાં સારગુરૂ તરીકે સ્થાપન થઇ પેલા સારગુરૂની પેઠે પાતાના ભાવ કુટુંબીઓની વચ્ચે સર્વ કાળ નિરાંતે રહે છે. આ પ્રમાણે હાવાથી હે રાજ! મેં તમને કહ્યું હતું કે જેવું પેલા મારગુરૂને પછવાડેના ભાગમાં બન્યું તેવું જો તમારે બની આવે તે તમે અત્યારે જે ખાધા ઉપાધિઓ ભાગવા છે. તેનાથી તમને છૂટકારો મળે, તમારી હેરાનગતીએ દૂર થાય અને તમે ત્રાસ વગરના થાઓ. આ સિવાય તમને વા સ્તવિક સુખ મળવાનેા ખીજે રસ્તે નથી.”
અથવા પૂર્વે પશ્ચિમ કરી આત્મપ્રદેશને લખાવે છે. ત્રીજે સમયે ‘સંથાન' કરી પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તર દક્ષિણ આત્મપ્રદેશ લંબાવે છે એટલે રવૈયાની ચાર ખાનુ થઇ. ચેાથે સમયે વચ્ચેના આંતરા પૂરે છે. આવી રીતે ચેાથા સમયને છેડે લેાકાકાશના સર્વ પ્રદેશ પર કેવળીના આત્મપ્રદેશ આવી જાય છે. પ્રત્યેક આત્માના પ્રદેશે! લેાકાકાશના કુલ પ્રદેશ જેટલા જ હેાય છે એટલે એક લેાકાકાશપર એક આત્મપ્રદેશ આવે છે. પાંચમે સમયે પૂરેલા આંતરાને સંહાર કરે છે, છઠ્ઠું સમયે મંથાનના સંહાર, સાતમે પાટને અને આઠમે દંડના સંહાર કરી આઠમા સમયને અંતે અસલ સ્થિતિએ શરીરપ્રમાણ થઇ જાય છે. કર્મના અસંખ્ય ભાગ બુદ્ધિથી કલ્પવા, અનુભાગની તીવ્રતા સમજી લેવી. દંડાદિ કરતી વખતે આત્મા સાથે લાગેલાં ઉક્ત ત્રણ કર્મોના વધારાને ખેરવી નાખે છે. સમસ્થિતિ કરવા આ જમરે પ્રયાગ છે. એની વિગતવાર હકીકત માટે જીએ! કમ્મપયડી-શ્રીયશવિજયજી ટીકા, પૃષ્ઠ ૩૦૩ ( જૈ. . પ્ર. સભા) અને શ્રીપન્નવણા સૂત્રનું છત્રીસમું દ્વાર.
૧ શૈલેશીકરણ: આ છેલ્લું કરણ છે. શુકલ ધ્યાનના ચેાથા પાયા ઉપર આરીહણ કરવાના કાર્યને રસૈલેશીકરણ કહે છે. એ ચૌદમા ગુણસ્થાનકને અંતે થાય છે. ૨ મહાત્મામુનિ ધવળરાજને અને આખી સભાને કહે છે. ઉપદેશ આપ્યા, સાંસારિક સ્થિતિ બતાવી, સાધુજીવનની વિશિષ્ટતા વર્ણવી, દેષ્ટાન્ત આપ્યું અને તેના ઉપનય પણ ઠ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org