________________
પ્રકરણ ૧૬ 1
કથાઉપનય. ઉત્તર વિભાગ,
૧૨૭૭
કે ‘ભટ્ટારક ! આ તારા મિત્રો થઇ રહ્યા છે તે તેા તારા ખરેખરા દુશ્મના છે, માટે એ લોકોને ફટકાવ. એ કામમાં જરા પણ ઢીલ કરીશ નહિ.’ એ વખતે સાચા જુસ્સામાં આવીને અઠરગુરૂએ પણ વજદંડ ઉપાડીને પેલા ચારાને ખૂબ જોરથી મારવા માંડ્યા અને ચારાના ચૂરેચૂરા કરી નાંખ્યા. પછી એ અઠરગુરૂએ પેાતાના મંદિરની અંદરના એરડો (ચિત્તાપવરક) ઉઘાડ્યો એટલે તેમાંથી પેાતાનું કુટુંબ કેદ પડ્યું હતું તે બહાર નીકળી આવ્યું. પરિણામે રનના ઢગલે ઢગલા પ્રગટ થયા. તે વખતે પેાતાના શિવમંદિરમાં કેટલી ભારે અમૂલ્ય સંપત્તિ ભરેલી હતી તે તેના જોવામાં આવી અને તેનું સ્પષ્ટ ભાન થયું. એને પરિણામે એના મનમાં ઘણા જ આનંદ થયા. વિચાર કરીને ઘણા ચાર લુંટારા અને ધૂતારાથી ભરેલું એ ભવગ્રામ એણે છોડી દીધું અને કોઇ પણ પ્રકારના ઉપદ્રવ વગરના અને એ ભવગ્રામથી તદ્દન અલગ આવી રહેલ એક શિવાલય નામના મઢ હતા ત્યાં જઈને તે રહ્યો અને ત્યાં સારગુરૂના નામથી તે જાણીતા થયા. આ પ્રમાણે સારગુરૂના સંબંધમાં હકીકત બની હતી.” સંક્ષિપ્ત ઉપનય.
મહાત્મા મુનિએ આ પ્રમાણે ખારગુરૂની વધારે વાત કરી એટલે ધવળરાજે પાછે સવાલ પૂછ્યો “મહારાજ ! આપે જે વાત કરી તે અમારા સંબંધમાં કેવી રીતે ઘટી શકે છે તે આપ જણાવે.”
મહાત્માશ્રીએ જવાષમાં જણાવ્યું “ રાજન્ ! સાંભળ, તને ટુંકામાં એ હકીકત કહી જઉં છું તે તું લક્ષ્યમાં લઇ લેજે અને સર્વે સભાજના ! તમે પણ એ હકીકતનું રહસ્ય જાણી લેજો.
આ હકીકતમાં જે મહા શિવભક્ત આવ્યા તે સત્ય ધર્મના ઉપદેશ આપનાર સદ્ગુરૂ છે એમ સમજવું. એનું કારણ આ પ્રમાણે છે: આ પ્રાણી જ્યારે ભવગ્રામમાં એટલે આ સંસારમાં રખડતા હાય છે તે વખતે રાવિગેરે ચારા તેને અનેક પ્રકારની વિડંબના કરતા હોય છે, એ પ્રાણી અનેક દુઃખાથી પીડા પામતા હાય છે, પેાતાના ખરેખરા ઐશ્વર્યથી ભ્રષ્ટ થયેલા ડાય છે, પેાતાના મસ્તવિક સાચા અને હિત કરનારા કુટુંઅથી વિયોગ પામેલા હાય છે, લેાક( સંસાર )ના પૂજારી થયેલા હાય છે, ભીખારીની પેઠે ચારે તરફ વિષયલીખ માગવા નીકળી પડેલા હોય છે, જરા જરા ભીખ મળે તેથી સંતેાષ પામી જતા દેખાય છે અને કર્મના મેાટા ઉન્માદથી
૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org