________________
૧૨૪૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૫ સોનાના રંગને છે અથવા સોનાના રંગવાળે છે એમ જાણવું અને ગૃહસ્થ સંસારમાં રહી અનેક પ્રકારના પાપયુક્ત આરંભ સમારંભ કરતો હોય, વિષયભોગ રૂ૫ કીચડમાં બેલે હોય, પરિગ્રહમૂછમાં ફસી રહેલું હોય, તેનું શરીર દેખાવમાં કદાચ એનાથી પણ વધારે ઉજજ્વળ હોય તે પણ પરમાર્થે તે કાળા રંગનો જ છે એમ સમજવું. આ પ્રમાણે હોવાથી મેં વાજબી રીતે કોઈ પ્રકારની શંકા વગર તે વખતે તમને અને સમાજનેને કહ્યું હતું કે હું કાળા રંગને નથી પણ તમે સર્વ તેવા કાળા રંગના છે. આ બાબતને પરમાથે હવે તમારા
સર્વના સમજવામાં બરાબર આવ્યો હશે. “(૨). હવે મેં તમને સર્વને ભુખ્યા કહ્યા તેને બરાબર વિગત
વાર ખુલાસો સાંભળો. પ્રથમ તે ભૂખ શબ્દની વ્યાખ્યા સુધા-ભૂખ, સમજે એટલે હકીકત બરાબર લક્ષ્યમાં આવે. ગમે
તેટલા વિષયે પ્રાપ્ત થાય, આવી મળે, પણ તેનાથી તૃપ્તિ ન થાય, તેથી સંતોષ ન વળે તેનું નામ ખરેખરી પરમાર્થની નજરે ભૂખ છે એમ વિદ્વાનો કહે છે. ખાવાની ઇચ્છા થાય તેને તે વ્યવહારમાત્રથી ભૂખ કહેવામાં આવે છે, બાકી વાસ્તવિક ભૂખ તે મનના અસંતોષ ઉપર આધાર રાખે છે તે તમે વિચાર કરી જશે તે તમને તુરત માલૂમ પડી આવશે. આ સંસા. રમાં રહેલા સર્વ પ્રાણીઓ પૈકી જેઓ સદ્ધર્મથી રહિત હોય છે અને સંસારમાં મૂઢ થઈ ગયેલા હોય છે તે બાપડા આવી ભૂખથી અથવા આવી ભૂખના સંબંધમાં ભૂખ્યા જ હોય છે. હવે એવા પ્રાણીઓ ખાઈપીને ધરાઈ ગયેલા જણાય અથવા ભરાઈ ગયેલા પેટવાળા દેખાય, તો પણ તત્ત્વની નજરે તેઓ ભૂખ્યા જ છે એમ સમજવું. હવે બીજી બાજુએ જે તમે સાધુઓને જોશે તે તેઓ નિરંતર સંતોષથી પિષણ પામનાર જણેશે અને તમે વધારે બારિકીથી અવકન કરશે તો દેખાશે કે એ ભયંકર ભાવભૂખ તેમના ઉપર જરા પણ અસર કરતી નથી એટલે કે તેઓનાં મનમાં કદિ અસંતોષ થતે જખાતે નથી. આથી તેઓનાં પેટ ખાલી હોય, તદ્દન ભુખ્યા ડાંસ જેવા તેઓ દેખાતા હોય તો પણ તેઓનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org