________________
પ્રકરણ ૧૩]
બુધસૂરિ-સ્વરૂપદર્શન.
૧૧૪૯
અને એવી રીતે પરતંત્ર રહી ખરી સમજણ પ્રાપ્ત કરી શકતા નથી, વસ્તુતત્ત્વના પરમાર્થ સમજી શકતા નથી અને પરવશપણું ખ્યાલમાં લઇ શકતા નથી. આ હકીફતમાં પરમાર્થ શા છે તે જરા વધારે સ્પષ્ટ કરીને તમને સમજાવું: આ મનુષ્યાદિ ચતુર્ગતિવાળા અનાદિ અનંત સંસારચક્રમાં સર્વ જીવા માતા, પિતા, ભાઇ, શ્રી અને પુત્ર પુત્રી તરીકે સર્વ જીવાના સંબંધમાં આવી ગયા છે, વળી તે સંબંધેામાં અનેકવાર આવી ગયા છે તેમાં કાંઇ નવીનતા નથી. આવી વસ્તુસ્થિતિ જે પ્રાણી બરાબર સમજતા હાય તે જો ડાઘો હાય તેા તેમની ખાતર પાતાનું કાર્ય શા માટે હારી બેસે ? પાતાની તરફની ફરજ શા માટે વિસારી મૂકે? પાતે તેમની ખાતર શા માટે સંસારમાં દખાયલે ફસાયલા અને ઘુંચવાયલા રહે? આ પ્રમાણે ખરી હકીકત હોવાથી મહાત્મા પુરૂષ પુત્ર સ્ત્રી રૂપ પાંજરાના ત્યાગ કરીને નિઃસંગ થઇ જાય છે એટલે તેમને પરસંગ અનાવશ્યક અને ભારભૂત લાગે છે અને તે તેવા સંગને છેડી દે છે અથવા તે અકર્તવ્ય છે એમ સમજી લે છે. આવા સાધુઆજ પરાધીન નથી, તેજ ખરેખરા ભાગ્યશાળી છે, તેઓજ ખરેખરા આખી દુનિયાના સ્વામી છે એવા મહાબુદ્ધિશાળી મહાત્માએ પાતાના ગુરૂને આધીન હાય તા પણ ઘરના પાસથી મુક્ત હોવાને લીધે તન છૂટા છે, માકળા છે, સ્વતંત્ર છે, એમ સમજવું. સંસારમાં રહેનાર ગમે તેટલા વૈભવ માણતા હાય, માટી શેઠ કે રાજા હાય તેા પણ તે પરાધીન છે એમ સમજવું. આ પ્રમાણે હોવાથી હે રાજન! મેં મારી જાતને સ્વતંત્ર કહી અને તમને સર્વને પરાધીન કહ્યા હતા. ૮ (૧૩). રાજન્ ! મેં તે વખતે તમને જણાવ્યું હતું કે મારે માથે આઠ લેણદારો છે તે પ્રાણીઓને લાગતાં અને આઠલેણદારો લાગી રહેલાં આઠ પ્રકારનાં કર્મો છે. જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાનપર આવરણ થાય છે, દર્શનાવરણીયથી જોવામાં આવરણ થાય છે, વેદનીય કર્મથી સુખદુઃખ મળે છે, માહનીય કર્મથી પ્રાણી ક્રોધ માન માયા લાભ હાસ્ય વિગેરે આંતરિક મનેાવિકારો કરે છે અને મિથ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org