________________
૧૫ર
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૫ તેઓ જરા પણ વિચાર કરતા નથી, જાણતા નથી, સમજતા નથી, સમજવા પ્રયત્ન પણ કરતા નથી, તેથી જે કે પ્રાણીઓ જૂદા જૂદા પ્રકારની ચેષ્ટાઓ કરતા અને ચાલતા જોવામાં આવે છે તે પણ વાસ્તવિક રીતે તેઓ ઉંઘતા જ છે એમ જાણવું. સંસારસમુદ્ર આવે આરે હોય, તેમાં ભયંકર વૈતાળો અને વિકારે હોય, માથે મૃત્યુ જેવા દુમન ગાજતા હોય, જે શરીર પર મોટી મદાર બાંધી હોય તે આટલું બધું નાશવંત અને ક્ષણિક હોય, જે સગાસંબંધીની ખાતર સર્વ સંસાર માંડ્યો હોય તે કેમ અને કયારે ઉપડી જશે તેને જરા પણ ભરોસો ન હોય એવા સંસારને વળગવું કે એંટવું એમાં ભાવનિદ્રા સિવાય બીજું શું હોઈ શકે? હવે તમે મુનિઓના સંબંધમાં અવલોકન કરશે તે જણાશે કે તેઓના સંબંધમાં મહામહ રૂપ અંધકારમય નિદ્રા જરા પણ જોવામાં આવતી નથી, તેઓ તો નિરંતર ભાગ્યશાળી હોઈ આત્મિક બાબતમાં જાગતા જ હોય છે અને વળી તેમની પાસે (હૃદયમાં) સર્વર મહારાજન બતાવેલ આગમ રૂપ દી સવૅદા ઝળહળી રહેલો હોય છે તેના પ્રકાશમાં તેઓ પોતાની અને સર્વ પ્રાણીએની ગતિ અને આગતિ (ક્યાં જવાના છે અને ક્યાંથી આવ્યા છે) વિગેરે સર્વ બાબતો બરાબર જોઈ શકે છે, જાણી શકે છે. હે રાજન્ ! એવા મુનિઓ કદાચ બાહ્ય નજરે થોડા વખત સુતા હોય તો પણ તેમનાં વિવેકચક્ષુ ઉઘાડાં હોવાને લીધે તેઓ ઉઘતા નથી જ એમ સમજવું. આ સર્વ બાબતનો વિચાર કરીને પ્રથમ મેં તમને કહ્યું હતું કે તમે ઊંઘો છો અને હું જાગતો છું. મહામહની નિદ્રામાં પડેલા હેવાથી તમે વસ્તુસ્વરૂપ પણ બરાબર જાણતા નથી અને મારી વિવેકચક્ષુઓ ઉઘડેલી હોવાથી મને તે આ બાબત તદ્દન સ્પષ્ટ
જણાય છે. ૧ ધ્યાનમાં રાખશે કે બુધ આચાર્ય આ ખુલાસે ધવળરાજ પાસે કરે છે તે વખતે વિમળ અને વામદેવ પાસે બેઠા છે. વામદેવ એ સંસારીજીવ છે અને સદગમ સમક્ષ તે પોતાનું ચરિત્ર કહે છે જે અઝહીતસંકેતા ભગ્યપુરૂષ વિગેરે સાંભળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org