________________
૧૨૬૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ ઝરતા ૫ જેવી વાત કરી. એ રીતે સુસમૃદ્ધ માણસ શામાટે ભીખ માગે એ કાંઈ ધ્યાનમાં આવ્યું નહિ. વાત કરતાં જગતના લેકે પણ એ બારગુરૂ જેવા મૂર્ખ છે એમ ટીકા કરતાં મુનિ મહાત્મા જરા અટક્યા એટલે રાજાએ તક હાથ ધરી અનેક સવાલ કર્યો
ધવળરાજ પ્રશ્ન કથા રહસ્ય,
ઉપનય, ધવળરાજ–“મહારાજ ! આપ કહે છે કે લેકે પણ બકરગુરૂની જેવા જ છે તે કેવી રીતે? શું લેકે બઠરગુરૂ જેવા મૂર્ખ અને અણસમજુ છે? આપ એ હકીકત અમને બરાબર ફુટ કરીને સમજા.”
મહાત્મા–“રાજન ! હું તમને બહુ મુદ્દાસર રીતે ટુંકામાં તેને સાર સમજાવું છું તે તમે અને સર્વ સભાજનો બરાબર લક્ષ્ય રાખીને સાંભળજો અને વિચાર! હકીક્તનું રહસ્ય નીચે પ્રમાણે છે
ભવ નામનું ગામ બતાવવામાં આવ્યું તે હે રાજન્ ! આ સંસાર
સમજ. એ સંસારમાં જીવલેકનું સ્વરૂપ (પિતાનું વાસ્તવિક રૂ૫) તે
અતિ વિસ્તારવાળું શિવમંદિર સમજવું. એ શિવમંદિર રતથી ભરપૂર છે વિગેરે જે વર્ણન બતાવવામાં આવ્યું છે, તે પ્રમાણે આ જીવનું સ્વરૂપ અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય વિગેરે અમૂલ્ય રત્નોથી ભરપૂર અને સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂરી પાડે તેવું તથા મહા આનંદનું કારણ છે. એ મંદિરનો સ્વામી ભૌતાચાર્ય-સારગુરૂ કહેવામાં આવ્યું છે, તેવી રીતે જીવસ્વરૂપને સ્વામી આ જીવલેક છે એમ સમજવું. સામાન્ય જીવસ્વરૂપને સ્વામી આ જીવલોક છે એમ સમુચ્ચયે સમજવું. એ જીવના સ્વાભાવિક ગુણે છે તે સર્વ તેના કુટુંબીઓ સમ
જવા. એ ગુણે કુદરતી રીતે જ સુંદર છે અને જીવને હિત કરનાર છે. પેલા શૈવાચાર્યના કુટુંબીઓ હિત કરનાર અને વાત્સલ્યભાવ ધરાવનાર હતા એમ કહ્યું છે તેની સાથે આ બાબત બરાબર બંધબેસતી આવે છે. તેના કુટુંબીઓ એવા હિત કરનારા હતા છતાં સારગુરૂને જેવી રીતે તે તેવા લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org