________________
પ્રકરણ ૧૬ ]
કથાપનય. ઉત્તર વિભાગ,
૧૨૦૧
રાગાદિ ચારને વશ પડેલા આ પ્રાણીને ભાગ ભાગવવાની અને તેનાં સાધના મેળવવાની એટલી બધી ઇચ્છાઓ હોય છે કે તેની ભૂખ તેને બહુ આકરી લાગે છે. તેથી પાતાના મિત્ર ( માની લીધેલા ) રાગદ્વેષની પાસે ભાગ રૂપ ભોજનની ભિક્ષા માગે છે તે વખતે એ રાગદ્વેષે પણ આ ભૌતાચાર્ય બટરગુરૂ જેવા આ જીવને ભવગામમાં ભિક્ષા લેવા માટે કાઢે છે. એ રાગદ્વેષ વિગેરે ઘણા અભિમાની છે અને ખીજાને હલકા પાડવાની ઇચ્છા ઘણી રાખે છે તે ખાસ લક્ષ્યમાં રાખવું. હવે ભિક્ષા લેવા માટે આ પ્રાણીને તે ફેરવે છે. તેની વિધિ આ પ્રમાણે જાણવી: પહેલાં તે કાળાં કર્મ (પાપ) રૂપ મસના ચાંડલાથી તેની ગાઢ ચર્ચા કરે છે, મતલમ કે પ્રથમ તેને અત્યંત કાળાં કર્મોથી પાપી અનાવે છે અને ત્યાર પછી મહાન નરકના આયુષ્ય રૂપ તેના હાથમાં ટીંકરાનું પાત્ર આપે છે.
એ ભવગામમાં તિર્યંચ, નારક, મનુષ્ય અને દેવાને લગતા ચાર મહાલ્લાએ સમજવા. એમાંના પ્રથમ બે જશ્નન્ય અને અતિ જઘન્ય જાણવા અને પછીના ઉત્કૃષ્ટ અને અતિ ઉત્ક્રુષ્ટ જાણવા. તિર્યંચના પાડા નીચ છે અને નારકીના પાડો ઘણાજ નીચ-ખરામ–સર્વથી ખરામ છે, મનુષ્યના પાડો ઉત્કૃષ્ટ છે–સારા છે એમ સમજવું અને દેવના પાડો સર્વથી સારા સમજવા. હવે એ ચારે પાડામાં જતાં આપેલ ઢીંકરાનું પાત્ર, સરાવળું, ત્રાંબાનું પાત્ર અને રૂપાનું પાત્ર કહેવામાં આવ્યું તે ચારે પાડાઓમાં જીવને ભાગવવાનું આયુષ્ય ( તેના જીવનકાળ ) સમજવું. નરકનું આયુષ્ય ઢીકરાના પાત્ર સાથે સરખાવવા યેાગ્ય છે, તિર્યંચનું આયુષ્ય સરાવળા સાથે સરખાવવા યોગ્ય છે, મનુષ્યનું આયુષ્ય ત્રાંબાના પાત્ર સાથે સરખાવવા યોગ્ય છે અને દેવનું આયુષ્ય રૂપાના પાત્ર સાથે સરખાવવા ચાગ્ય છે. આ ચારે ભાજને તે ચારે ગતિના આયુષ્ય સમજવા.
આ પ્રાણી જ્યારે રાગદ્વેષાદિ ચારોથી વિંટળાયલા હાય છે ત્યારે તે મહાપાપ કરે છે અને તેને પરિણામે ભવગામના પહેલા પાડા જેવા નરકમાં જાય છે. ત્યાં એ આપડો ભાગભાજન માગ્યા કરે છે પણ તેની સર્વે માગણી નિષ્ફળ થાય છે, એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org