________________
પ્રકરણ ૧૬] કથાઉપનય. ઉત્તર વિભાગ.
૧૨૭૪ એ દેવભવમાં જીવની અંતરંગ ઐશ્વર્ય રૂપ છાયા વધારે મોટી હોય છે. એને પરિણામે એ દેવભવમાં અત્યંત ભેગભેજન મેળવે છે. રૂપાના પાત્રનો આકાર ધારણ કરનાર દેવઆયુષ્ય તે ત્યાં ભેગવે છે. દેવગતિમાં આવી રીતે તે ભાગભજન વધારે મેળવે છે. એવી રીતે હે રાજન! એ બ8રગુરૂ ભૂખ્યો હેઈને ભવગ્રામમાં રાતદિવસ રખડવા કરે છે, એક પાડામાંથી બીજામાં જાય છે, કર્મયોગથી ઘણે જ ઉન્મત્ત રહે છે, પાપ રૂપ મેસથી લપાયલેં રહે છે અને રાગ વિગેરે ચાર ધૂતારાઓ તેને વીંટીને તેની ચારે તરફ બેસે છે અને મેટેથી અવાજ કર્યા કરે છે, મોટેથી હસ્યા કરે છે, ગીત ગાય છે, ઘઘાટ કરે છે, અનેક પ્રકારના ધાંધલ કરે છે અને પેલા જીવની સાથે અનેક - નિઓ રૂપ ઘરમાં સાથે ચાલે છે. હવે એ બાપડા(પલા ભૌતાચાર્ય)ને જે ભીખ મળે છે તેથી મનમાં ઓછો વધતે તે રાજી થાય છે, પણ નવાઇની વાત તે એ બને છે કે એને એમ ખબર જ પડતી નથી કે પિતાનું ઘર રોથી ભરેલું છે અને પારકા કે તેના માલેકે થઈ ગયા છે, અને તેની લક્ષ્મીને હરી જાય છે અથવા પોતાને કબજે કરીને બેઠા છે. વળી તેને એમ પણ જણાતું નથી કે પિતાનું ખરું કુટુંબ તે પરાભવ પામી ગયું છે, જો કે તે જ કુટુંબ પોતાના તરફ માટે પ્રેમ રાખનાર છે અને સારું છે; વળી પિતાનો આત્મા મેટા દુઃખસાગરમાં ફસાઈ ગયો છે તે બાબતની પણ તેને ખબર પડતી નથી. એ તે બાપડે મેહને વશ પડીને જાણે પોતે ઘણે જ સુખી હોય એમ માને છે, એમાં સંતોષ પામે છે અને એ અનેક પ્રકારની ચેષ્ટા કરતે પોતાના આત્માને વધારે વિડંબના કરે છે એવી જ હકીકત આ “જીવના સંબંધમાં બને છે આ સંસારમાં એને જે કાંઈ વિષયસુખ મળે છે, તુચ્છ ભેગભેજન મળે છે અથવા તે કઈ વખત ઇંદ્રપણું મળી જાય છે, કેઈ વાર દેવપણું મળી જાય છે, કઈ વાર રાજ્ય મળે છે અથવા કઈ વાર રત્ર અથવા ધનની માલીકી મળે છે અથવા તે પુત્ર કે સ્ત્રી વિગેરે મળી જાય છે ત્યારે એ ભાઈશ્રી ખોટા અભિમાનથી માને છે કે જાણે પોતે ઘણે જ સુખી છે અને પછી એ સુખમાં એટલે તરબોળ થઈ જાય છે કે જરા આંખ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org