________________
૧ર૭ર
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ ભેજન મળતું નથી અને એ કાંઈ ખાતે પણ નથી. વળી ત્યાં હેરાન કરનારા તોફાની સેક જેવા નરકપાળે (પરમાધામી અસુરે) છે તે તેને અનેક પ્રકારનાં દુઃખ આપે છે, પીડા કરે છે, હેરાનગતિઓ નીપજાવે છે. ત્યાં તીવ્ર અસહનીય અનેક દુઃખે સહન કરીને જ્યારે આયુષ્ય પૂરું થાય છે ત્યારે તે ત્યાંથી બહાર નીકળે છે એ હકીકત પેલા બટરગુરૂનું ઠીંકરાનું ભાજન ભાંગી જાય છે એમ કહ્યું હતું તેની સાથે
સરખાવવા ગ્ય છે. એવી રીતે જ્યારે નરક આયુષ્ય પૂરું થાય છે ત્યારે વળી પ્રાણી કદાચિત તિર્યંચનો ભવ પ્રાપ્ત કરે છે અને ત્યાં પણ તે બેંગલંપટ હોઈ ભાગ રૂપે ભોજનની ભીખ લેવા ભમ્યા કરે છે. આ બીજા પાડામાં પણ એને ભેગનું ભેજન મળતું નથી અને ભૂખ તરસ પરવશતા વિગેરે લુચ્ચા લેકેથી માત્ર પીડા પામ્યા કરે છે. મનમાં વાત સમજાય પણ બોલી શકાય નહિ, પિતાનાં કાર્યપર જરાએ અંકુશ નહિ-એવી પરિસ્થિતિમાં એ
સરાવળા રૂપ બીજું પાત્ર પણ પૂરું કરે છે. ત્યાર પછી વળી એ ભાઈ મનુષ્યભવ રૂ૫ ત્રીજા પાડામાં આવે
છે તે તેને આપેલા ત્રાંબાના પાત્ર જેવું સમજવું. અહીં એને કઈ પણ પ્રકારે કાંઈક ઓછા વધતા પુણ્યનો પ્રસંગ થાય છે, કારણ કે એ આંતર ઐશ્વર્યંયુક્ત હોય છે. આ પુ
શ્યનો અંશ જે અહીં પ્રાપ્ત થાય તેને છાયા કહેવામાં આવી હતી. આ ત્રીજા પાડામાં એ પ્રાણુને જે સહજ છાયા મળે છે તે પુણ્યના લેશ રૂપ સમજવી. એ છાયાના પ્રતાપે આ જીવ એ ત્રીજા પાડામાં સહજ ભેગજને પ્રાપ્ત કરે છે; છતાં એ ત્રીજા પાડામાં પણ ધૂતારા જેવા અનેક ચરે તેને પીડા કરનારા હોય છે. રાજ્ય તરફથી તેને હમેશાં બીકમાં રહેવું પડે છે અને કોઈક વાર લુંટાઈ પણ જાય છે, સગાસંબંધીઓ તેને હેરાન કરે છે, ચારે કે તેની માલમિલ્કત ઉપાડી જાય છે અને આવી આવી અનેક રીતે ધૂતારા જેવા રાગાદિ ભાવે તેને એ પાડામાં પણ અનેક પ્રકારે પીડા નીપજાવ્યા કરે છે. આવી રીતે હેરાન થતાં જ્યારે આખરે એનું ત્રાંબાના ભાજન જેવું મનુષ્યનું આઉખું પૂરું થાય છે ત્યારે આ જીવ ચોથા પાડા જેવા દેવભવમાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org