________________
૧૨૬૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ “હોય છે, કરૂણ સુંદરી વિનાકારણે તેમના તરફ વાત્સલ્યભાવ ધરાવતી જણાય છે, મુદિતા સુંદરી તેઓને સર્વદા આનંદ આપ્યા કરતી હોય છે અને ઉપેક્ષા સુંદરી તેઓના સર્વ પ્રકારના ઉદ્વેગેને “નાશ કરનારી હેય છે.
હે રાજન ! એ અત્યંત વહાલી અને દઢ પ્રેમી અગીઆર સુંદરીઓના પ્રેમમાં આસક્ત રહી અને તેના પ્રેમપરિચયમાં વસી મુનીશ્વરે હમેશા આનંદમાં રહે છે, એના પ્રસંગથી મુનિ મહા
ત્માઓ પિતાની જાતને સંસારસાગર તરી ગયેલ અને નિર્વાણ “(મેક્ષ) સુખસમુદ્રમાં ડૂબી ગયેલ માને છે. એ તે અનુભવસિદ્ધ
અને શાશ્વપ્રસિદ્ધ છે કે શાંત ચિત્તવાળા અને વિશુદ્ધ ધ્યાનથી “પવિત્ર થયેલા મુનિઓને જે સુખ હોય છે તે સુખ નથી દેવોને, “નથી ઇદ્રોને કે નથી મનુષ્યના સાર્વભૌમ રાજા ચકવતીઓને,
હે રાજન ! જેઓ પિતાનાં દેહ રૂ૫ પિંજરામાં પણ જાણે પારકા “હોય તેમ રહેતા હોય છે તેઓને કેવું સુખ હોય તે પૂછી પણ “કેણ શકે? અરે, એની વાત કરવાની હિંમત પણ કેની ચાલી શકે?
એ મહાત્મા પુરૂષો જે સુખનો જાતે અનુભવ કરે છે તે સંસારના “સાધારણ સુખવાળાને તે ગોચર પણ થઈ શકતું ન હોવાથી તેના “સાચા રસને સ્વાદ તો તેઓ જ ચાખી શકે છે, બીજાઓને તે “તેને ખ્યાલ પણ આવી શકતું નથી. હે રાજન ! આ પ્રમાણે હકીકત હેવાથી હું જે તદ્દન સુખથી ભરેલો છું તેના વસ્તુતત્ત્વનું પારમાર્થિક રહસ્ય સમજવા વગર દુઃખી લોકેએ દુઃખી તરીકે વગર સમજે નિંદા કરી છે તે ફેકટની છે, સમજણ વગરની છે, પારમાર્થિક રહસ્ય રહિત છે. મતલબ કહેવાની એ છે કે હે રાજન ? “તમે સુખના ખોટા અભિમાનમાં એવું તો વિચિત્ર નાટક કરી રહ્યા
છે કે પરમાર્થ સુખ કેને કહે? વાસ્તવિક સુખ શું છે? ક્યાં છે? કેને મળે? ક્યારે મળે? કેમ મળે? એ કાંઈ જાણતા નથી, સમ“જતા નથી અને વિચારતા પણ નથી.”
આ પ્રમાણે વિસ્તારથી ખુલાસે કરીને તે મહાત્માએ રાજાને પારમાર્થિક મુનિસ્વરૂપનું ભાન કરાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org