________________
પ્રકરણ ૧૩] બુધસૂરિ–સ્વરૂપદર્શન.
૧૨૪૫ “(૭). - હે રાજન્ ! હવે શૂળના સંબંધમાં ખુલાસો સમજાવું
તે તમે તથા સર્વ જનો વિચારશે. પ્રાણુઓને અન્ય ઉશૂળપીડા, પર જ્યારે દ્વેષ થઈ આવે છે ત્યારે તેની દ્ધિ સમૃદ્ધિ
અથવા આબાદી જોઇને તેના ઉપર ઇર્ષ્યા થઈ આવે છે તેને સમજુ મનુષ્ય શૂળ કહે છે. એ ઈષ્ય રૂપ શૂળથી પ્રાણીઓનાં હૃદયમાં દરેક ક્ષણે સણકા આવ્યા કરે છે, એ અન્યને દુઃખ દેવામાં રાજી થાય છે, દ્વેષથી ધમધમતા રહે છે અને વારંવાર પોતાના ચહેરાને ખરાબ કરે છે, દાંતે ડાબે છે, હઠને પરસ્પર ડબાવે છે અને ભવાં ચઢાવે છે. આ તેઓને ખરેખર મુખભંગ છે. હવે તમે મુનિ મહારાજના સંબંધમાં જોશે તો જણાશે કે તેઓને આવું શૂળ હતું જ નથી, તેઓનાં મનની સ્થિતિસ્થાપકતા એર પ્રકારની હોય છે, તેઓને સર્વ જીવ ઉપર સમભાવ હોય છે, તેઓને મારું તારું હતું નથી, તેઓને અન્ય ઉપર દ્વેષભાવ કદિ હેતે નથી આ કારણને લઈને તમે સર્વ શૂળની પીડાથી હેરાન થનારા છે અને હું એવી હલકા પાડનારી તુચ્છ પીડાથી મુક્ત છું એમ મેં તમને કહ્યું હતું. છેષ અને ઈષ્યનાં પરિણામને અને તે વખતે થતી માનસિક પરિવર્તન દશાનો જરા પણ ખ્યાલ કર્યો હશે તે આ હકીકત
સ્પષ્ટતાપૂર્વક સમજવામાં આવી જશે. “(૮). હે રાજન્ ! એક બાબત તો તમને ઘણી નવાઈ જેવી
લાગશે. વાત તે સ્પષ્ટ છે, જાણીતી છે, પણ તે ઉપર ઘડપણ જ્યાં સુધી લક્ષ્ય ન ગયું હોય ત્યાં સુધી વ્યક્ત ન થાય
તેવી છે. એ બાબત આ પ્રમાણે છેઃ અનાદિ કાળથી સંસાર ચાલ્યા કરે છે તેમાં આ પ્રાણી એકસરખી રીતે જન્મે ત્યારે હતો તેવોને તે જ રહી વર્તન કર્યા કરે છે, કામ કરે છે અને હરે ફરે છે; વળી મરે છે જન્મે છે, આવે છે અને જાય છે; પણ તમે જોશે તે એમાં કઈ પ્રકારની વિશિષ્ટતા નવીનતા કે ઉન્નતતા જોવામાં આવતી નથી. એ કેઇ વખત મનોહર વિદ્યા
જન્મ (વિદ્વત્તાનો અનુભવ) લેતો નથી, એનામાં ૧ આ વાત ખરેખર વિચારવા યોગ્ય છે.
૭૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org