________________
૧૨૪૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
મસ્ત હાથી અથવા ઝેરી સર્પથી ભરેલા છે અને દુઃખ રૂપ ધૂળથી પરિપૂર્ણ છે. આવા ઠેરઠેકાણા વગરના, ચાર સર્ષથી વ્યાકુળ અને વસમા રસ્તાને વિદ્વાનેાએ ભાવચક્ષુવડે વિસ્તારથી અવલોકન કરીને જોયા છે અને તે આખા રસ્તા ઘણા ભયંકર અને ખેદનું કારણ છે એમ તેના સંબંધમાં પોતાના અભિપ્રાય આપ્યા છે. હવે આ સંસારમાં રહેલા જીવે એ સંસારમાર્ગને પ્રાપ્ત કરીને કર્મરૂપ ભાતુ સાથે રાખીને એ રસ્તે ચાલે છે પણ ( ઘાંચીની ઘાણીના બળદની માફક ) જરાએ આગળ પ્રયાણ કરતા નથી. સંસારમાર્ગે ચાલવામાં કર્મનું ભાતું સાથે હાય છે એટલે તેનાં સારાં ખરામ ફળ મળ્યાંજ કરે છે. આને લઇને પરિણામ એ થાય છે કે જે મૂઢ પ્રાણીએ વિશુદ્ધ જૈન ધર્મની પ્રાપ્તિથી એનસીખ રહેલા હાય છે તે સંસારના મહા માર્ગના ખેદથી નિરંતર કંટાળેલા અને દુ:ખી થયેલા દેખાય છે, તેઓને થતા માર્ગખેદ તેઓનાં વર્તનથી સ્પષ્ટ જણાઇ આવે છે; તેથી તે કદાચ શીતળ મંડપવાળા સુંદર ઘરમાં, હવેલીમાં કે રાજ્યમહેલમાં વસતા દેખાતા હોય તે પણ તેઓ નિરંતર રસ્તે ચાલનારા છે એમ સમજવું. હવે બીજી બાજુ મુનિઓને તમે મારિકાથી અવલાકશે તેા જણાશે કે તે તેા નિરંતર વિવેકપર્વતની ઉપર ચઢીને તેના શીખરપર જૈનપુર જે હમેશાં લહેર કરાવે તેવું રમણીય છે તેમાં રહે છે. એ જૈનપુરમાં વળી એક અત્યંત ઠંડા આનંદ ઉપજાવે તેવા ચિત્તસમાધાન મંડપ છે તેમાં તેઓ વસે છે અને ત્યાં રહી પેાતાના આત્માને તદ્દન નિવૃત્ત કરી દે છે અને તેને રસ્તાના કોઇ પણ પ્રકારના થાક કે ખેદ થતા નથી, તેઓના સંબંધમાં તેવા ખેદ જણાતા પણ નથી અને તેને એ સંબંધી ત્રાસ થવાનું કારણ પણ રહેતું નથી. આથી કેટલીક વાર તમે મુનિઓને જોશા તેા મહારથી અચવા ઉપર ઉપરથી એમ લાગશે કે જાણે તેઓ ખેદ
૧ વિવેક પર્વત માટે જુએ પૃ.૬૯ અને ૧૦૪૭, અને જૈનપુરવર્ણન માટે જુએ પૃ. ૧૦૪૯. ચિત્તસમાધાન મંડપ માટે જુએ પૃ. ૧૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org