________________
૧૨૩૦
ઉપમિતિ ભવપ્રપંથા કથા. [પ્રસ્તાવ ૫ છે. એને જોતાં અમારા મનમાં તે એ જ વિચાર થયો કે આ દુનિયામાં તે એક ખરેખર નારકીને જ જીવ છે, અહીં રહી તે નારકીની પીડા અનુભવે છે. એવા પ્રત્યક્ષ નારકીના પ્રાણીને જોઈને અમે તેને કહ્યું “અરે ભદ્ર! આવે ખરે બપોરે તું શું કરવા રખડે છે? અરે ભાઈ ! જરા શીતળ છાયામાં નિરાંતે શા માટે બેસતો નથી? પેલા દુ:ખી માણસે અમને જવાબ આપ્યો “ભદ્રો! હું મારે સ્વાધીન નથી, હું સ્વતંત્ર નથી. મારા ગુરૂ (વડીલ)ના હુકમથી હું રખડું છું, મારે તેમના હુકમને અનુસરવું પડે છે. અમે તે વખતે વિચાર કર્યો કે અરેરે ! આ બાપડે તે પરાધીન છે, અહાહા! આના આવા મોટા દુઃખનું કારણ તે વિચારતાં વધારે ત્રાસ આવે તેવું છે, એક તે એ આવી અત્યંત ખેદ ઉપજાવે તેવી સ્થિતિમાં છે અને છતાં વળી તે પરાધીન છે. પછી અમે એ દરિદ્રીને પૂછયું કે “ભાઈ ! આવી રીતે તું તારા ગુરૂને હુકમ હમેશાં ઉઠાવીશ તે તેના પરિણામે તને તે શો લાભ કરશે તે તે તું અમને જણાવ. અમારે આ સવાલ સાંભળી એ દુઃખી માણસે અમને કહ્યું કે “ભદ્રો! મારે માથે આઠ મેટા લેણદારે છે જેઓ જમ જેવા ભયંકર છે, દયા વગરના છે અને મને ઘણે ત્રાસ આવે તેવા છે. તેઓને ગ્રંથીદાન (કથળીનું દાન અથવા ગાંઠ કાપવીશ્લેષ) કરીને (દ્રવ્ય દઈને) એ મારા ગુરૂ મારા લેણદારેના ત્રાસથી મને છોડાવશે.” આવા ભીખારી દુઃખીને આવો વિચિત્ર જવાબ સાંભળીને રાજન્ ! અમે વિચાર કર્યો કે- અહો આ તે ભારે દુઃખની વાત છે! આને તે મોટી પીડા જણ્ય છે! આ બાપડાના દુઃખનું કારણ તો ભારે કષ્ટ આપે તેવું વિચાર કરતાં જણાય છે! એ બાપડ આવી અતિ અધમ દશામાં વર્તે છે છતાં પણ એને હજુ દાન લેવાની અને પિતાના દેવાથી મુક્તિ થવાની અતિ દુ:ખદાયી આશા છે! આ તે દુખની હદ થઈ ! આવા દુઃખી માણસથી વધારે દુઃખી માણસ આ દુનિયામાં આપણને મળવો પણ મુશ્કેલ જણાય છે ! આવી દુ:ખી સ્થિતિમાં પણ હા તેને દેવું દેવા માટે દાન મેળવવું છે અને એની આશાએ એ વિશેષ દુઃખ સહન કરે છે! આ તે દુઃખની હદ થઈ!! એ પ્રમાણે વિચાર કર્યા પછી અમે તે દરિદ્રીને કહ્યુંભદ્ર! તું અમારી સાથે અમારા રાજા પાસે ચાલ, ત્યાં લઈ જઈને તારાં સર્વ દુઃખે દૂર કરાવીએ, તારું દારિઘ દૂર કરાવીએ અને તારું દેવું છે તે સર્વે પણ ફીટાવી દઈએ.” અમારી આવી માગણુને તો તેણે ઘણે જ વિચિત્ર જવાબ આપ્યો. તે બે કે- “ભદ્ર! તમારે મારી ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. તમારી જેવા કે તમારા રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org