________________
પ્રકરણ ૧૧] પ્રતિબોધ રચના.
૧૨૭ આવ્યા, સર્વને બહુ રસમય લાગે તેવો સાત્વિક આહાર તૈયાર કરી જમાડવામાં આવ્યા, સર્વને સુગંધી તાંબૂળથી રાજી કરવામાં આવ્યા, મનને હરણ કરનાર મધુર અને અસ્પષ્ટ ગીતોથી સર્વને પ્રદ ઉપજાવવામાં આવ્યું, આંગળી વિગેરેથી લટકા કરીને પ્રવર્તતા સુંદર વિવિધ પ્રકારના નાચો વડે આનંદ ઉપજાવવામાં આવ્યું, સુંદર ચેષ્ટાઓ કરતી મનહર વિલાસી સ્ત્રીઓનાં કમળપત્ર જેવાં ચપળ લોચનોની હારની હારેનું અવલોકન કરાવી અત્યંત હર્ષ ઉપજાવવામાં આવ્યું અને કુમાર સહિત સર્વ લેકે જાણે તે વખતે રતિસાગરમાં ડૂબી ગયા હોય તેમ સ્પષ્ટ દેખાવ કરી દીધો. વિમળમારે પોતાના માતપિતાને પ્રમોદ ઉપજાવવા સારું એવી સુંદર યોજના કરી દીધી કે સર્વ લેકેને પોતાના આત્માથી વધારે બાહ્ય સુખ મળે અને એ હકીકતથી માતપિતાને પણ ઘણો આનંદ થાય. (લેકને માટે આનંદવૈભવનાં સાધને કુમારે જ્યાં અને સર્વેને ઘણું સુખ થાય તેવી વ્યવસ્થા કરી દીધી). ઉપર જણુવ્યું તે પ્રમાણે રાજ્ય તરફથી તે વખતે કરવર્ગને હુકમ થયે હતું કે “જે કઈ પ્રાણીને કઈ પણું પ્રકારનાં દુઃખ કે ત્રાસ હોય તે સર્વને એ હિમભવનમાં લઈ આવવા -તે હુકમ પ્રમાણે દુઃખી કે હેરાન થતાં સર્વ માણસને એ હિમભવનમાં લઈ આવવામાં આવતા હતા અને ત્યાં જે જે માણસો આવતા હતા તે સર્વનાં દુઃખ દૂર કરવામાં આવતાં હતાં, તેમને અત્યંત આનંદ ઉપજાવવાને માટે બની શકતી સર્વ સગવડ અને અનુકૂળતાઓ કરી આપવામાં આવતી હતી. વિમળકુમાર જે ભવિષ્યનો રાજા હતો તે આવી રીતે ધવળરાજને (પિતાને) સર્વ પ્રકારે સંતોષ આપતો હતો. તેને આવી રીતે સુખસાગરમાં ઉતરેલો જોઈને રાજાએ આખા નગરમાં અત્યંત આનંદ મહોત્સવ કરાવ્યો અને આખી પ્રજાને હર્ષ થાય તેવાં આનંદનાં સાધને રચાવી લેકમાં નો તહેવાર ઉજવાવ્યો.
પ્રતિબોધ રચનાને બીજે પ્રવેશ, દીનદુ:ખીની શેઠે નીકળી પડયા આખરે એક દુ:ખીને(?) શેાધી લાવ્યા.
તેની સાથે થયેલી વિચિત્ર પ્રશ્નાવલી, ૧ વિષયસુખની બાબતમાં કુમાર જરા પણ મન ઘાલે તે માબાપને આનંદ હતા. તે પોતે વિલાસ કરે છે કે નહિ તે સવાલ અત્ર નહોતા; બીજ સારૂં આનંદસાધન યોજે તો પણ માબાપને એમ થાય કે વારું, એ હવે ઇંદ્રિયવિષયસુખની બાબતમાં પડયો છે તે આગળ જતાં ઠેકાણે આવી જશે. વિમળકુમાર પતે તો અલિપ્ત જ રહો જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org