________________
૧૩૨૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
અમને મળ્યું છે. તું હવે રાજ્યની ધોંસરી ઉપાડવાને પણ શક્તિમાન્ થયા છે. ત્યારે તારી અવસ્થાયાગ્ય વર્તન તું શા માટે કરતા નથી? હવે રાજ્યનું કામ હાથમાં કેમ લેતેા નથી? તું શા માટે રાજ્યકન્યાઓનું પાણિગ્રહણ કરતા નથી? અનેક પ્રકારના ઇંદ્રિયના આનંદી વિષયાના શા માટે અનુભવ કરતા નથી ? ફળસંતાનેાની વૃદ્ધિ કેમ કરતે નથી ? આપણી આવી શાંત અને સુખી પ્રજાને આનંદ કેમ ઉપજા વતા નથી? આપણા સગા સંબંધી બંધુઓને આહ્લાદ કેમ ઉત્પન્ન કરતા નથી? તારા તરફ પ્રેમ બતાવનારને તું સંતેષ શા માટે આપતા નથી ? આપણા પિતૃદેવાનું શાંતિર્પણ શા માટે કરતા તારા મોટા મિત્રવર્ગ છે તેનું યોગ્ય સન્માન શા માટે કરતા અને અમારૂં આ વચન સ્વીકારીને અમને પુષ્કળ આનંદ શા માટે કરાવતા નથી ?”
નથી ?
નથી ?
પોતાનાં માતાપિતાનાં આવાં વચન સાંભળીને વિમળકુમારે મનમાં વિચાર કર્યો કે મામાપે વાત તે બહુ સારી કરી, અત્યારે પ્રસંગ ઠીક મળી ગયા છે, તેઓને પ્રતિબાધ કરવાના આ ઉપાય બહુ સારી નીવડશે એમ લાગે છે. તેમણે જે વાત કરી તે જ દ્વારા તેમને ઉપદેશ લાગે એવી વ્યવસ્થા હવે થઇ શકેવી સંભવીત લાગે છે. પા તાનાં મનમાં આ પ્રમાણે વિચાર કરી વિમળકુમારે વિનયભાવે જવામ આપતાં માતાપિતાને જણાવ્યું “આપ પિતાશ્રી મને જે આજ્ઞા કરો અને આપ માતાજી પણ મને જે હુકમ કરો તે સર્વે મારે ખાસ કમ રવા યોગ્ય જ હાય, એમાં સંકલ્પ વિકલ્પ કરવા ઘટે જ નહિ, કરવા રાગ્ય ગણાય પણ નહિ; પરંતુ મારા એ બાબતમાં એને વિચાર છે કે આપણા આખા રાજ્યમાં રહેનારા સર્વે લેાકાનાં દુ:ખા દૂર કરી તેને સુખ નીપજાવી પછી જો હું જાતે સુખના અનુભવ કરૂં તા તે વધારે સારૂં કહેવાય. રાજ્યની ખરી સાર્થકતા એ પ્રમાણે જ થઈ શકે છે, બીજી કોઇ પણ રીતે થઇ શકતી નથી; રાજાના એ ખાસ ધર્મ છે અને એમ કરવામાં જ એની પ્રભુતા છે. મારા સમજવામાં આવ્યું છે કે.
કુમા૨ે તકના લાભ લીધેા.
૧ જે કાઇ પ્રભુતા શેઠાઇ અથવા અમલ ભાગવવાની સ્થિતિમાં હાય તેમણે આ શ્લાક ગેાખી રાખી તે પ્રમાણે વર્તન કરવા ચાગ્ય છે. રોઠાઇ કે અમલ્ ભાગવવા કરતાં નીચેના વર્ગને સુખ કેમ થાય તેની વિચારણા અને વર્તના એ જ ખરી પ્રભુતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org