________________
પ્રકરણ ૮] વિમળે કરેલી ભગવંતસ્તુતિ.
૧૨૧૧ પણ જાતને અવાજ કર્યા વગર સંસામાત્રથી સર્વ ખેચરને ચૂપ કરી દીધા અને જાતે નિશ્ચળ થઈ ચૂતમંજરીની સાથે પિતે પણ જાણે ચિત્ર ચિતરેલ જ હોય તેમ તદ્દન હાલ્યા ચાલ્યા વગર સ્થિર થઈ રહે. વિમળકુમારની આંખો તે વખતે આનંદઅબુથી પૂર્ણ થઈ ગઈ હતી, તીર્થકર મહારાજના મુખ ઉપર તેની નજર એકદમ સ્થિર થઈ ગઈ હતી, તેના અવાજમાં અત્યંત ગંભીરતા જણાતી હતી અને આખું શરીર રોમાંચથી વિભૂષિત થઈ ગયું હતું. તેનામાં તે વખતે ભક્તિને આવે એટલે બળવાન થઈ ગયો હતો કે તે આવેશના પ્રભાવથી જાણે સનાતન શુદ્ધ પરમાત્મા શ્રી ભગવાન જિનેશ્વર પિતાની સન્મુખ જ ખડા હોય તેમ તેમને કાંઈક ઠપકે દેવાની ભાષામાં, કાંઈક વિશ્વાસના આશ્વાસનમાં, કાંઈક સ્નેહયુક્ત મીઠા શબ્દોમાં અને કાંઈક પ્રાર્થના અને પ્રેમ ની મીઠાશમાં તદ્દન વિશુદ્ધ મનવાળે વિમળકુમાર સ્તુતિ કરવા લાગ્યો. ભગવંતસ્તુતિ.
અપોતાનિમાનતારલ! किमेष घोरसंसारे नाथ ! ते विस्मृतो जनः? ॥१॥ सद्भावप्रतिपन्नस्य तारणे लोकबान्धव ! त्वयास्य भुवनानन्द ! येनाद्यापि विलम्ब्यते ॥२॥ आपन्नशरणे दीने करुणामृतसागर!। न युक्तमीदृशं कर्तु जने नाथ! भवादृशाम् ॥३॥ भीमेऽहं भवकान्तारे मृगशावकसन्निभः। विमुक्तो भवता नाथ ! किमेकाकी दयालुना? ॥४॥ ૮૮ પાર વાગરના મહા ભયંકર સંસારસમદ્રમાં ડુબી ગયેલા “પ્રાણીને તારનાર ! હે નાથ ! આ ભયંકર સંસારસમુદ્રમાં શું તમે મને ભૂલી ગયા છે? વિસરી ગયા છે? ૧, હે નાથ! ત્રણ ભુવનને આનંદ આપનાર ! હું સદ્ભાવને ધારણ કરી રહ્યો છું, છતાં આપ મને સંસારમાંથી તારવામાં ઢીલ કરે છે (તેથી મને જણાય છે કે તમે મને તદ્દન ચૂકી ગયા છે.) ૨, અહો કરૂણ મૃતના સમુદ્ર! જે “પ્રાણી જાતે દીન ઈ આપને શરણે આવે તેની સાથે તમારા જેવા “દીનવત્સલે એ પ્રમાણે કરવું કઈ પણ રીતે ઉચિત નથી. ૩, હે નાથ! “આપ આવા દયાળુ છે છતાં આવા ભયંકર જંગલમાં (ભવાટવીમાં)
૧ આ સ્તુતિ મુખપાઠ કરવા યોગ્ય હોવાથી સંસ્કૃત અને ભાષાન્તર બન્ને આપ્યા છે. મનનપુર્વક વાંચવી અને પસંદ આવે તેણે મુખે કરી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org