________________
૧૨૧૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. કિરતા ૫ આવી રીતે ખેચરના અધિપતિ રતચૂડે અત્યંત સુંદર વાણીવડે વિમળકુમારને અભિનંદન આપ્યા પછી બહુ ભક્તિપૂર્વક ચૈત્યનાથ શ્રી આદિનાથ ભગવાનને નમસ્કાર કર્યા. ત્યાર પછી પ્રથમ વિમળે તેને વંદન કર્યું અને તેણે પણ પછી ઘણું સ્નેહપૂર્વક હોંસથી વિમળકુમારને પ્રણામ કર્યા અને શુદ્ધ જમીન તપાસીને બેઠા. ચૂતમંજરી પણું વંદન નમસ્કાર વિગેરે યોગ્ય કાર્ય કરીને થોડા વખતમાં ત્યાં આવી અને તેમની પાસે બેઠી. સર્વ ખેચરે અને વિદ્યાધર રાજાએ પણ મસ્તક નમાવતા જમીન પર બેઠા. બન્નેએ (વિમળકુમારે અને રચૂડે) એકબીજાની તંદુરસ્તીના સમાચાર પૂછડ્યા અને આનંદસમાચાર મળ્યા પછી બન્ને વાત કરવા લાગ્યા.
ઢીલ થવાનાં કારણેનું નિવેદન. રચૂડને મહા વિદ્યાઓની પ્રાપ્તિ, રાજ્યાભિષેકે પણ નિ:સ્પૃહ,
બુધસૂરિને ગુપ્ત સંદેશે, તત્કથન, રચૂડ–“મહા ભાગ્યવાનું બંધુ ! મને અહીં આવતા વધારે વખત થઈ ગયો તેનું કારણ શું હતું તે તું સાંભળ. વળી તે મને કહ્યું હતું કે મારે બુધ આચાર્યને લઈને અહીં જલદી આવવું તેમને પણ હજી સુધી હું લઈ આવી શક્યો નથી તેનું કારણું પણ કહું છું તે તું સાંભળ. તારી પાસેથી છૂટો પડ્યો એટલે તુરત જ હું વિતાઢ્ય પર્વત ઉપર મારા નગર તરફ ગયો અને ત્યાં જઈને જોઉં છું તો મારી માતા શેકથી બાવરી થઈ ગઈ હતી અને મારા પિતાશ્રી પણ દિલગીરીથી વિહળ થઈ ગયા હતા, તેમને મેં ધીરજ આપી અને તેમની પાસે તે આ દિવસ રહેશે. એ દિવસ તે અરસ્પરસ મેળાપથી બહુ આનંદકારી થઈ ગયો હતો તે એમ જ પસાર થઈ ગયો. પછી દેવ-પ્રભુને નમસ્કાર કરીને હું પલંગમાં સુતે. પરમાત્મા શ્રી જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરતાં મને દ્રવ્યથી નિદ્રા આવી ગઈ, પણ ભાવથી નિદ્રા ન આવી. (મતલબ બાહ્ય નજરે હું ઊંઘતો હોઉં એમ જણાય, પણ અંદરથી હું જગતો હતો.) એ અવસરમાં હે ભુવનેશ્વરના ભક્ત ! મહા ભાગ્યશાળી ! ઉઠ, ઉઠ !એવા મનોહર શબ્દો મારે કાને પડ્યા એટલે હું જાગી ગયે. તે વખતે પિતાનાં તેજથી જેમણે દિશાઓને પણ તેજસ્વી કરી દીધી છે એવી અનેક દેવીઓ મારી આગળ પડી રહી હોય તેમ મને લાગ્યું. એ એકદમ સંભ્રમમાં ઉઠવા રૂપ તેમનું અતુલ્ય પૂજન કર્યું. તેઓ મારા વખાણ કરતી સર્વ મને કહેવા લાગી છે નરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org