________________
પ્રકરણ ૯] વિમળે કરેલી ભગવંતસ્તુતિ.
૧૨૧૫ अनाद्यभ्यासयोगेन विषयाशुचिकर्दमे । गते सूकरसंकाशं याति मे चटुलं मनः ॥२४॥ न चाहं नाथ ! शक्नोमि तन्निवारयितुं चलम् । अतः प्रसीद तद्देव! देव वारय वारय ॥ २५ ॥ किं ममापि विकल्पोऽस्ति ? नाथ ! तावकशासने । येनैवं लपतोऽधीश! नोत्तरं मम दीयते? ॥२६॥ आरूढमियतीं कोटिं तव किङ्करतां गतम् । मामप्येतेऽनुधावन्ति किमद्यापि परीषहाः ॥ २७॥ किं चामी प्रणताशेषजनवीर्यविधायक!। उपसर्गा ममाद्यापि पृष्ठं मुञ्चति नो खलाः॥२८॥ पश्यन्नपि जगत्सर्व नाथ! मां पुरतः स्थितम् । कषायारातिवर्गेण किं न पश्यसि पीडितम् ? ॥ २९ ॥ कषायाभिद्रुतं वीक्ष्य मां हि कारुणिकस्य ते ।
विमोचने समर्थस्य नोपेक्षा नाथ! युज्यते ॥ ३०॥ આપના સંતોષમાં–આનંદમાં વધારે થાય છે કે નહિ તે આપ મને કહો. ર૩, હે નાથ! અનાદિ કાળથી મને એ ખોટો અભ્યાસ પડી ગયો છે અને તેના વેગથી મારી એવી સ્થિતિ થઈ ગઈ છે કે મારું “ચપળ મન વિષયરૂપ અપવિત્ર કાદવમાં અથવા ખાબોચીઆમાં ડુક
રની પેઠે ખુંચ્યાં કરે છે. ૨૪. હે નાથ ! એ મારાં ચળ મનને અટ“કાવવાને હું શક્તિમાન નથી, તે હે પ્રભુ! મારા ઉપર કૃપા કરો!
અને આપ એને અટકા, અટકાવો! એને વારે, વારે! ૨૫, હે નાથ ! શું આપના હુકમના સંબંધમાં હજુ કાંઈ શંકા છે? (એવી “કઈ શંકા છે કે કરેલ હુકમ આ સેવક માનશે કે નહિ?) જેને
પરિણામે હું આટઆટલું કહું છું છતાં પણ હે નાથ ! તમે મને ઉત્તર પણ દેતા નથી? ૨૬. હે નાથ ! હું તમારે નોકર થયે, તમારી સેવામાં આટલી હદે ચઢ, છતાં પણ મારી પછવાડે પરીષહે દેડે
છે તેનું કારણ શું? ર૭, આપને નમસ્કાર કરનાર–પ્રણામ કરનાર “સર્વ જનની શક્તિને વધારનાર હે મારા નાથ ! હજુ સુધી લુચ્ચા “ઉપસર્ગો ભારે કેડે છોડતા નથી તેનું કારણ શું? ૨૮ હે નાથ ! આખા જગતને આપ જુઓ છો, જોઈ શકે છે, છતાં આશ્ચર્ય છે કે આપની સન્મુખ રહેલા આપના આ સેવકને કષાયરૂપ શત્રુવર્ગ “આટઆટલી પીડા કરે છે, હેરાન કરે છે, ત્રાસ આપે છે, તે આપ “કંમ જોતા નથી? ૨૯આપ એવી રીતે કષાયોવડે મને ઘેરાયલે
૧ વઢ પાઠાંતર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org