________________
પ્રકરણ ૯ ]
દૌજન્ય અને સૌજન્ય,
૧૨૦૯
સમજી લોકો ગમે તે આલે તેથી તારે તારા મનમાં જરા ઉદ્વેગ ન કરવા કેમ કે એ સર્વ લોકોને ખુશી કરવા એ તે! બહુ મુશ્કેલ છે, માટે તારા જેવાએ તે એમના તરફ તદ્દન બેદરકારી કરવા જેવું છે. ’”
અગૃહીતસંકેતા ! આ પ્રમાણે જ્યારે વિમળકુમાર ખેલતા હતા તે વખતે તેના ધ્યાનમાં મારું ( વામદેવનું) ચરિત્ર નહેાતું એમ કાંઇ નહેાતું. તે મહાત્મા તે મનમાં વિચારણા. બધું સ્પષ્ટ રીતે સમજતા હતા; તેમ છતાં હું (વામદેવ) માયાના પ્રતાપે એવા પ્રકારનું અત્યંત દુષ્ટ વર્તન કરી રહ્યો હતેા અને તે મહા ભાગ્યશાળી પુરૂષ વિમળકુમાર મારા તરફ એવું સુંદર વર્તન રાખી રહ્યો હતા તેનું એક ખાસ કારણ એ હતું કે—સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે અથવા પૂર્વ દિશામાં અસ્ત પામે અથવા ક્ષીર સમુદ્ર પેાતાની મર્યાદા છેડી દે અથવા તે કદાચ અગ્નિના પિડ હોય તે બરફના પિંડ જેવા ઠંડા થઇ જાય અથવા તા કદાચ આખા મેરૂ પર્વત તુંબડાની પેઠે પાણીમાં તરે તેા પણ સજ્જના જેની કરૂણા કેઇ પણ પ્રકારના કારણ કે હેતુ વગરની હાય છે અને જે પાતે સુંદર દાક્ષિણ્યરૂપ સમુદ્રથી ભરપૂર હેાય છે તેણે જેને આદર કર્યો હોય, પાતાનાં તરીકે જેને સ્વીકારેલ હેાય તેને તે છેડતા નથી, જેની આંગળી પકડી હેાય તેને મૂકી દેતા નથી, જેના હાથ પકડ્યો હેાય તેના તરફ ઉપેક્ષા રાખતા નથી. આ સજ્જન પુરૂપાની ખરેખરી મહત્તા છે, વળી સજ્જન પુરૂષ લુચ્ચા હરામખારાનાં ચેષ્ટિતા જાણતા હેાય છે છતાં પણ જાણે જાણતા જ નથી, દેખતા હાય તે પણ જાણે દેખતા જ નથી અને પાતે પરમ પવિત્ર શુદ્ધાત્મા હેાઈ તેના ઉપર જરાએ શ્રદ્ધા રાખતા નથી. અગૃહીતસંકેતા ! તે વખતે મારા સગાસંબંધીઓએ મને છેડી દીધા, તજી દીધા, લાકોએ મારી લઘુતા માની અને માત્ર વિમળકુમાર જેને મેં મોટા અન્યાય કર્યાં હતા તેણે જ મને પોતાની પાસે રાખ્યા અને હું તેની સાથે રહેવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org