________________
પ્રકરણ ૯ ]
આકરી વ્યથા.
યાકળ પ્રકાશ, વિશ્વની મહત્તા,
ઉપર પ્રમાણે વાત ચાલતી હતી ત્યાં તે! જાણે મગરમચ્છે મને આખા ને આખા પકડ્યો હાય, વજ્રથી જાણે હું દખાઇ જતા હોઉ, યમદેવ જાણે મને ખાઇ જતા હોય તેવી મારી અવસ્થા એકદમ થઇ ગઇ. એકદમ શું થઇ ગયું તે સમજાયું નહિ, મારાં આંતરડાં એકદમ કપાઇ જવાં લાગ્યાં, પેટમાં એકદમ શૂળ જેવી સખ્ત પીડા થઇ આવી, આંખા જાણે નીકળી પડતી હાય તેવી માથામાં એકદમ આકરી વેદના થઇ આવી, ચાસકા આવવા માંડ્યા, શરીરના સર્વ સાંધાઓ ખળભળી ગયા, દાંત સર્વ એકદમ હાલવા મંડી ગયા, મુખમાંથી એકદમ શ્વાસ નીકળવા લાગ્યો, આંખા જાણે ભાંગવા'માંડી અને જીભ એકદમ અચકાઇ ગઇ. આવા અણુધારેલા અનાવ જોઇને વિમળકુમાર તે ગભરાઇ ગયા, આકુળવ્યાકુળ થઇ ગયા અને તેણે હાહારવ કરી મૂક્યો. તે વખતે ત્યાં ખૂદ મહારાજા ધયળરાજ આવી ચઢ્યા અને લોકોના મોટા સમુદાય પણ એકઠો થઇ ગયો. તુરત જ નગરના સર્વ વૈદ્યોને એકદમ તેડાવી મંગાવવામાં આવ્યા. તેઓએ પણ રાજ્યના આદેશથી મને એસડ આપવા માંડ્યું, પણ એથી મારા વ્યાધિમાં પીડામાં ને અળતરામાં જરા પણ ફેર પડ્યો નહિ.
દોજન્ય અને સૌજન્ય.
વામને શૂળ. રતની શાધ.
મહાનુભાવતા.
આવી અવસ્થા થતાં વિમળકુમારને પેલું રન યાદ આવ્યું. અત્યારે એ રનના ઉપયોગ કરવાના વખત છે એમ વિચારીને પોતે જાતે જ જે પ્રદેશમાં રતને મૂક્યું હતું ત્યાં ક્રીડાનંદનવનમાં પાતે ગયા અને સંભાળથી તે સ્થાને તપાસ કરી પણ જ્યારે રત્નના પત્તો ન લાગ્યા ત્યારે વિમળને મારી ચિંતા થઇ કે અહે તે કેવી રીતે જીવશે!! આવેા વિચાર કરતા કુમાર મારી પાસે આવ્યો. મારી તે શરીરત્ર્યથા અગાઉ પ્રમાણે અત્યંત ભયંકર સ્થિતિમાં ચાલુ જ હતી.
૧૨૦૭
Jain Education International
૧ મહાનુભાવતા જુએ ! ચિંતા રહ્ર ખાવાયાની થઇ નહિ, પણ વામદેવના જીવનની થઇ ! ધન્ય છે સજ્જનતાને ! એને રન ગયું એ વાતનો વિચાર પણ થયા નહિ. આવા પુરૂષો જગતમાં કામ કરી જાય છે. એનું નામ ખરાં રત્નો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org