________________
૧૨૦૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૫ ચાલવા માંડ્યું. વળી આકાશમાં ચાલતાં પિતાના સ્થળ પધરને મારી છાતી સાથે અડાડીને અત્યંત સ્નેહથી મને તે બાથ ભીડવા લાગી અને મારા મુખપર વારંવાર ચુંબન કરી કરીને મને રતિની પ્રાર્થના કરવા લાગી, પરંતુ મિત્ર! તે સ્ત્રી જે કે મારા ઉપર એટલે બધે એહ બતાવતી હતી તો પણ તારા વિયેગને લઈને મને તે તે ઝેર જેવી લાગતી હતી. હું તે એ આખો વખત એક જ વિચાર કરી રહ્યો હતો કે જો કે આ વિદ્યાધરી મારી ઉપર એટલી બધી આસક્ત છે અને ઘણું સુંદર રૂપવાળી છે, પણ મને તેનાથી મારા ઉત્તમ મિત્રની ગેરહાજરીમાં લેશમાત્ર પણ સુખ થાય તેમ નથી. આવી રીતે તે વિદ્યાધરી મારી પ્રાચૅના કરી રહી હતી ત્યાં વળી એક બીજી વિદ્યાધરી આવી પહોંચી અને તેણે મને જે. મને જોતાં જ તેને પણ મારી સાથે વિષયસુખ ભોગવવાની ઇચ્છા થઈ આવી એટલે તે પણ મને ખેંચવા લાગી. આ ખેચતાણમાં મોટેથી એક બીજાને આકરા શબ્દો સંભળાવતી તે બન્ને ખેચરીઓ જેસથી લડવા લાગી અને બન્ને વચ્ચે મેટું યુદ્ધ થઈ રહ્યું. તેઓની લડાઈમાં તેઓ એટલી બધી આકુળવ્યાકુળ થઈ ગઈ કે તેઓને મારું ધ્યાન ન રહ્યું, હું તેઓના હાથમાંથી છૂટી ગયો અને જમીન પર પડ્યો. એટલે ઊંચેથી પડતાં મારાં હાડકાં ભાંગી ગયાં અને મારા શરીરને ઘણી ઈજા થઈ. આવી રીતે મારું શરીર દબાઈ ચૂરાઈ ગયું અને મારામાં વેદનાને લીધે નાસવાની શક્તિ જરા પણ ન રહી તે પણ મેં મારા મનમાં વિચાર કર્યો કે એવી સ્થિતિ છે છતાં એ બન્નેમાંની એક પણ મને આવીને પકડે નહિ ત્યાં સુધીમાં ગમે ત્યાં નાસી છૂટું તો જીવતે છતાં વિમળકુમારને (તમને ) જરૂર મળી શકું અને મારી વિરહપીડા ભાંગી જાય. આવા વિચારથી ઘણું મુશ્કેલીઓ પણ હું ત્યાંથી નાઠે, ત્યાં તે તારા મનુષ્ય જે મને શોધવા માટે ફરતા હતા તે મને મળી ગયા અને તેમની સાથે હું તારી પાસે આવ્યો. કુમાર ! ભાઈ! મેં કેવો અનુભવ કર્યો તે હવે તારા લક્ષ્યમાં આવ્યું હશે.”
વિમળકુમારનો મારી ઉપર નિકૃત્રિમ (કુદરતી) અને સાચો પ્રેમ હતો તેથી આ હકીકત સાંભળીને તે બહુ જ રાજી થયો. મારા મનમાં રહેલી માયા (બહલિકા) પણ બહુ જ ખુશી થઈ. તેને એમ લાગ્યું કે આ વામદેવે મૂરખા વિમળકુમારને સારે બનાવ્યો અને એને ઠગીને સારે વિશ્વાસ બેસાડ્યો. માયાને એવી હકીકત પસંદ હેવાથી તે બહુ જ રાજી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org