________________
પ્રકરણ ૮ ]
દૌજન્ય અને સૌજન્ય,
૧૨૦૫
તેડી જવા માટે અમને મોકલ્યા છે. ” તેનાં આવાં વચન સાંભળી મારા મનમાં વિચાર થયા કે હારા ! ઠીક થયું. વિમળે મને રન લેતાં જરૂર જોયા નથી એમ લાગે છે. આ વિચારથી મારા મનમાં જે ભય થયા હતા તે દૂર થઇ ગયા. એ શેાધ કરનારા પુરૂષો મને વિમળની પાસે લઇ ગયા. વિમળે મને જોયો કે તુરત જ તે તે માટા એહથી મને ભેટી પડ્યો. અમે બન્નેએ આંખમાંથી ખૂબ આંસું પાડ્યાં, પણ એમાં તફાવત એટલા હતા કે મેં આંસું પાડ્યાં તે સર્વ કપટનાં હતાં, જ્યારે વિમળકુમારે આંસું પાડ્યાં તે પ્રિય જનને મળવાના હર્ષનાં હતાં. વામદેવની અધમ નીચતા, ઉપજાવેલી બનાવટી વાર્તા. માયાને પ્રસરેલા પ્રભાવ,
અરસ્પરસ મળી રહ્યા પછી વિમળે મને પેાતાના અર્ધાં આસન ઉપર બેસાડ્યો અને પછી મને પૂછવા લાગ્યા કે “ મિત્ર વામદેવ ! તું ત્યાંથી શા માટે ચાહ્યા ગયા ? તેં કેવા અનુભવ કર્યો ? તેં શું શું વેક્યું ? શી હકીકત બની? તે સર્વે મને ખરાખર કહી બતાવ. ”
મેં (વામદેવે) ઉત્તર' આપતાં કહ્યું, “ મિત્ર ! અંધુ ! વિમળ ! સાંભળ. તે વખતે તું મંદિરમાં દાખલ થયા તે તેા મને બરાબર યાદ છે. તારી પછવાડે હું પણ મંદિરમાં દાખલ થતા હતા ત્યાં તે મેં આકાશમાંથી કોઇ વિદ્યાધરીને જમીન તરફ આવતી જોઇ. તે વિદ્યાધરી રૂપ અને લાવણ્યથી ભરપૂર હાઇ દિશાઓને પેાતાના તેજથી પ્રકાશી રહી હતી અને હાથમાં યમરાજાની જાણે જીભ હાય તેવી ભયંકર ઉઘાડી તરવાર લઇને આવતી હતી. આવી રીતે એક વખતે તે સુંદર અને ભયંકર લાગતી હોવાથી હું પણ આનંદ અને ત્રાસ ( શૃંગાર અને ભય રસના ભાવે )ના વિચિત્ર સંકરભાવ અનુભવવા લાગ્યો. ત્યાં તે તેણે મને ત્યાંથી ઉપાડ્યો અને આકાશમાર્ગે ઉતાવળે ચાલવા લાગી. હું તો તે વખતે મોટેથી ‘કુમાર ! કુમાર !” એવી રાડો પાડતા રહ્યો અને એ વિદ્યાધરીએ તેા વિઠ્ઠલ થઇ ગયેલા અને મેાટેથી રાડો પાડતા મને ઉપાડ્યો અને સપાટાબંધ આગળ આકાશમાં
૧ જવાબ આપવામાં વામદેવ કેટલી ધૃષ્ટતાથી અસત્ય ખેલે છે અને માયાને પ્રભાવ બતાવે છે તે વિચારવા જેવું છે. સંસારી જીવાના એવા જ માર્ગો હાય છે. પ્રથમ એને કેટલી બીક લાગે છે, પછી પેાતાની સ્થિતિ ચેાસ ોતાં એ કેટલી અધમતાની હદે જાય છે એ સર્વ લક્ષ્યપૂર્વક જોવા યેાગ્ય છે,
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org