________________
૧૧૭૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ જ વાકેફગાર થઈ જઉં. પછી એ રચૂડ વિદ્યાધર મને એકાંત સ્થાનમાં લઈ ગયો અને મને ઉપર જવી તે સર્વે હકીકત વિમળકુમારને અંગે પૂછી. મેં રચૂડને તેના સવાલોના જવાબ આપતાં કહ્યું “અહીં નજી માં વધેમાનપુર નામનું નગર છે, ત્યાં ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલ
ધવળ નામે રાજા રાજ્ય કરે છે, તેને આ વિમળ વિમળને અંગત નામનો કુંવર છે. આજે સવારે તેણે મને કહ્યું અને દર્શન પરિચય. “મિત્ર વામદેવ! લેના કહેવાથી મારા સાંભળવામાં
આવ્યું છે કે આપણું નગર બહાર કીડાનંદન નામનું ઉદ્યાન છે તે ઘણું સુંદર છે, બહુ આનંદ ઉપજાવે તેવું છે, રમણીય છે. એ ઉઘાન મેં આ જન્મમાં કદિ જોયું હોય એમ મને યાદ નથી, તો આજે આપણે જઈને એ ઉદ્યાન જોઈએ. કુમારની એ ઈચ્છાને મેં માન આપ્યું. ત્યાર પછી અમે બન્ને આ ઉદ્યાનમાં આવ્યા; અહીં આવ્યા પછી તમારા બન્નેને શબ્દ અમે દૂરથી સાંભળે; શબ્દ સાંભળતા એ શબ્દ કાને છે તે જાણવાની અમને જિજ્ઞાસા થઈ; તેથી શબ્દ જે દિશાએથી આવતા હતા તે તરફ અમે ચાલ્યા; ચાલતાં ચાલતાં સુરતમાં જ અમે બેવડાં પગલાં જમીન પર પડેલાં જોયાં; પગલાં ઉપરથી અમે સમજ્યા કે આ રસ્તેથી સ્ત્રી પુરૂષનું જોડલું પસાર થયું છે; ત્યાર પછી આગળ ચાલતાં લતામંડપમાં દૂરથી અમે તમને બન્નેને જોયા; વિમળકુમાર મનુષ્યનાં લક્ષણશાસ્ત્રદ્વારા બહુ સારી રીતે જાણે છે; તેણે તમારાં લક્ષણે ઉપરથી કહ્યું કે આ બન્નેમાંથી જે પુરૂષ છે તે ચક્રવતી થશે અને તેની સાથે જે સ્ત્રી છે તે ચક્રવર્તીની પતી થશે. અહીં અમારા આવવાનું આ પ્રયોજન છે. એનાં સર્વ અનુષ્ઠાને (વર્તન-વિધાન) સર્વ વિદ્વાનોને પ્રશંસા કરવા યોગ્ય છે, જોકે તેને માન આપે છે, બધુઓને આહાદ ઉત્પન્ન કરે તેવાં છે, મિત્રોને ખાસ રૂચ તેવાં છે અને મુનિ મહારાજાએ પણ એવાં વર્તનની સ્પૃહા કરે તેવાં છે. વાત માત્ર એટલી છે કે હજુ સુધી એણે કોઈ દશેનનો સ્વીકાર કર્યો નથી.”
- ૧ મને એટલે વામદેવને. આ વાર્તા વામદેવ-સંસારીજીવ કહી રહ્યો છે, સામે સદાગમ બેઠા છે, બાજુમાં અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળ બેઠા છે અને ભવ્યપુરૂષ ધ્યાન દઈ સાંભળે છે. વામદેવ તરીકે પોતાને થયેલ અનુભવ સંસારીજીવ કહે છે-આ ચિત્ર હૃદયપટ પર રાખવું.
૨ દર્શનઃ તત્વજ્ઞાન, મત, ફિલોસોફી. એટલે એ જૈન કે બૌદ્ધ કે નૈયાયિક કે ગમતને નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org