________________
પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતરૂપરિચય. ૧૧૯૩ વખતમાં મારા પરિવારે ભગવાનને ધરવા માટેનું બળિ (નૈવેદ્ય) તૈયાર કર્યું હતું. સ્નાત્ર ભણાવવાની સર્વ સામગ્રી તૈયાર કરી દીધી હતી અને અનેક પ્રકારના વસ્ત્ર અલંકાર ચંદરવા વિગેરે તૈયાર કર્યા હતા. એમ કરીને તેઓએ સ્નાત્ર ભણાવવા માંડ્યું, સંગીત શરૂ કરવામાં આવ્યું, મધુર સ્વરવાળા કાહલા વગાડવામાં આવ્યા, સુઘોષાઘંટને વગાડો શરૂ કરવામાં આવ્યો, નરઘાં અને ભાણુક(ગણયું)ને જોરથી વગાડવામાં આવ્યાં, દિવ્ય દંદુભિનો અવાજ ચાલુ કરવામાં આવ્યો, મેટા સુમધુર શોનો નાદ કરવામાં આવ્યો, સુંદર મોટા નગારાને વગાડવાની શરૂઆત કરવામાં આવી, ઘુઘરી વડે તબલાને જોરથી વગાડવામાં આવ્યાં, કાસીઓને માટે સુર શરૂ થઈ ગયે-આવી રીતે સર્વ વાજિત્રોના સાજ સાથે સ્તોત્રનો (આાત્રને) પાઠ શરૂ થયો, એક બાજુએ મંત્રનો જાપ પણ ચાલુ થઇ ગયે, કુલને વરસાદ વરસાવવામાં આવ્યા, સુગંધથી ભમરાઓની હારની હાર ઝણઝણાટ કરવા લાગી, મહા મૂલ્યવાન રસ ઘણી કિમતી સુગંધી ઔષધિઓ અને મહા પવિત્ર તીર્થના જળ વડે વિધિપૂર્વક જગતના સર્વ જીવોના બંધુ ભગવાનના બિંબનો અભિષેક અત્યંત આનંદપૂર્વક કરવામાં આવ્યું. ત્યાર પછી શાંતિપૂર્વક ચૂતમંજરીએ અભિષેક કર્યો, એની સાથે બીજી સખીઓ આવી હતી તેમણે પણ અત્યંત આનંદપૂર્વક સર્વ ઉચિત ક્રિયાઓ કરી અને ગાનપૂજનમાં હર્ષથી ભાગ લીધે, મહા દાન દીધાં અને ટુંકામાં સર્વ ઉચિત ક્રિયાઓ અને કરણીઓ કરવામાં આવી. “આવી રીતે અત્યંત આનંદપૂર્વક ભગવાનના બિબને અભિષેક
અને પૂજન કરીને હું સાધુઓને વંદન કરવા માટે રચૂડનું
ને ત્યાંથી બહાર નીકળ્યો. તે વખતે તેજ મહાત્મા ગુરૂદીન.
- આચાર્ય (જેમને મેં દેરાસરમાં જતી વખતે ઉપદેશ ૧ એમ જણાય છે કે અત્યાર સુધી તે રચૂડે દર્શન જ કર્યા, પછી નાહીને સ્ત્રાત્રપૂજનની શરૂઆત કરી. અથવા ભાવપૂજા કર્યા પછી સ્નાત્ર જે દ્રવ્યપૂજાનો વિષય છે તે કરવામાં વાંધો ન હોવો જોઈએ એ વિચારવાગ્યા છે. આ સંબંધી બે ખુલાસા વિદ્વાન તરફથી મળ્યા છે: પ્રથમ સામાન્ય દર્શન અને પછી વિશેષ મોટી પૂજા કરી; અથવા પોતે ભાવ પૂજા કરી અને સ્માત્ર તેના પરિવારે જણાવ્યું. ભાવ પૂજા પછી દ્રવ્ય પૂજાનો નિષેધ નથી એવો એક વિદ્વાનો અભિપ્રાય છે.
૨ કાહલા –મે ઢાલ ( લશ્કરી.).
૩ ભ્રાત્રપૂજાદિક પ્રથમ શ્રાવકો વૃદ્ધ લઘુના અનુક્રમ પ્રમાણે કરે અને ત્યાર પછી શ્રાવિકાઓ કરે. જીઓ ધર્મસંગ્રહ પ્રથમ વિભાગ, પત્ર ૧૩૯, ભ્રાત્રFગારિયાં पूर्व श्रावकैर्वृद्धलघुव्यवस्थया ततः श्राविकाभिः कार्य ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org