________________
૧૧૯૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૫
કઠણુમાં કઠણ પથ્થરની માટી શિલા તળે ડૂબકી મારે છે, ઇચ્છા થાય તે એક ઘડામાંથી સેંકડો હજારે ઘડાએ કરે છે, જરૂર પડે તેા એક કપડામાંથી સેંકડો હજારા કપડાં દેખાડી શકે છે, તે માત્ર એક કાને જ સાંભળે છે એમ નહિ પણ શરીરનાં કોઇ પણ અંગ કે ઉપાંગેથી સાંભળી શકે છે, સર્વ રોગોને માત્ર એક હાથ કે આંગળી અડાડવાથી દૂર કરી શકે છે, આકાશમાં પવનની પેઠે જાય આવે છે, વિગેરે અનેક આશ્ચર્યોં કરી શકે છે. એ મહાત્મા સાધુઓને માટે કોઇ પણ ચીજ ન થઇ શકે તેવી નથી ( અશકય નથી ). જે એમને લબ્ધિ થઇ હોય તે તે એવી એવી સર્વ મામતે કરવાને શક્તિમાનૢ થાય છે. આ મુનિ મહારાજને મેં પ્રથમ જેયા ત્યારે તે ઘણા કદરૂપા બેડોળ આકૃતિહીન લાગતા હતા અને અત્યારે ઘણા રૂપાળા, નમણા અને સુંદર આકૃતિયુક્ત લાગે છે તે પરથી જણાય છે કે જરૂર એમની પાસે એવી લબ્ધિઓ હાવી જોઇએ અને આ રૂપ કુરૂપના અતિશય મારા જોવામાં આવ્યા તે તે લબ્ધિનું પરિણામ હોવું જોઇએ.
“ ઉપર પ્રમાણે વિચાર કરતા કરતા ભગવાન્ આચાર્ય મહારાજને વાંદ્યા, ત્યાર પછી બીજા મુનિઓને વાંદ્યા,
.
તેઓએ પણ સ્વર્ગ અને મેાક્ષના રસ્તા બતાવનાર અને મેાક્ષ અપાવનાર ‘ ધર્મલાભ ’રૂપ ‘આશીર્વાદ મને આપ્યા જેથી મને અતિ આનંદ થયા. હું શુદ્ધ જમીન ઉપર બેસી ગયા અને એ ભગવાનની અમૃત જેવી ધર્મદેશના સાંભળી. એ દેશના ભવ્ય પ્રાણીઓનાં મનને આકર્ષણુ કર નારી હતી, વિષયની અભિલાષાઓને મહા વિક્ષેપ કરનારી હતી, મેાક્ષનું સુખ પ્રાપ્ત કરવાના અભિલાષ ઉત્પન્ન કરે તેવી હતી, આ સંસારના પ્રપંચ ઉપર વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવી હતી અને ખરાબ માર્ગને અટ કાવ કરનારી હતી. તે ભગવાનની એવી અદ્ભુત સુંદર દેશના સાંભ ભગવાનના ઉત્તમ ગુણાથી હું તેા રાજી રાજી થઇ ગયા. પછી નજીકમા
Jain Education International
ધર્મદેશનાંતે
ગુરૂપરિચય.
૧ આવી રીતે આખા શરીરથી પાંચે ઇંદ્રિયાનેા ખાધ થઈ શકે છે તે સંભિન્ન શ્રોત લબ્ધિ છે.
૨ આ આમીષધિ લબ્ધિ છે. ૩ આ ચારણુ લબ્ધિ છે.
૪ જૈન સાધુને કાઈ નમસ્કાર કરે તે તેના બદલામાં તેએ ધર્મલાભ એ રાખ્ત ખેલે છે—તમને ધર્મના લાભ થાએ એવી આશિત્ આપે છે.
૫ ધર્મકથાના ચાર પ્રકાર છે તે અનુક્રમે વર્ણવ્યા જણાય છેઃ ૧ આ પિણી, ૨ વિક્ષેપિણી, ૩ સવૅજની, ૪ નિર્વેદની.
For Private & Personal Use Only
www.jainelibrary.org