________________
પ્રકરણ ૮]. દૌર્જન્ય અને સૌજન્ય.
૧૨૦૧ મારું કાંઈ ખાસ ખેંચાણ પણ નથી. આથી તે ખાસ ઈચ્છાવિના લીધેલ હોવાથી કદાચ તે જ્યાં ત્યાં ખોવાઈ જશે; માટે અહીં જ કેઈ સ્થાને મૂકીને આપણે જઈએ. કાંઈ ખપ પડશે તે જોઈ લેશું.” મેં જવાબમાં કહ્યું કે “ જેવી કુમારની ઈચ્છા ! ” આટલું બોલતાંની સાથે જ વિમળે પિતાનાં વસ્ત્રના છેડા સાથે બાંધેલું તે રન મને સોંપી દીધું. મેં જમીનના એક ભાગમાં તે રતને ગોપવીને મૂકી દીધું અને પછી તે ભાગ ઉપર બરાબર માટી નાખી ન ઓળખાય તે તે પ્રદેશ કરી દીધા. રતને એવી રીતે જમીનમાં મૂકીને અમે બન્ને નગર તરફ પાછા ફર્યા, નગરમાં દાખલ થયા. ત્યાર પછી હું મારે ઘરે ગયો અને કુમાર રાજમંદિરે ગયે.
સ્તેયની ભયંકર અસર, દુર્જનના ઘાતક વિચારે, ચેરને પોટલે ધૂળની ધૂળ.
અધમતાનાં આકરાં પરિણમે. દૌર્જન્ય. ઘરે ગયા પછી મારા શરીરમાં સ્તેય (ચોરી) અને માયાએ
પ્રવેશ કર્યો તેની અસરતળે મેં (વામદેવે ) વિચાર
કરવા માંડ્યો-જ્યારે રતચૂડે એ રત વિમળકુમારને દૌર્જન્ય.
આપ્યું તે વખતે તેણે જણાવ્યું હતું કે એનાથી
સર્વ કાર્યો સિદ્ધ થઈ શકે તેમ છે અને ગુણમાં તે ચિંતામણિ રતની સરખામણી કરે તેવું છે. અરે ! આવા મહા મૂલ્યવાનું રતને તે કઈ મૂકી દે! આવી વસ્તુ કાંઈ વારંવાર પ્રાપ્ત થતી નથી, માટે બીજી ખટપટ કે ચિંતા મૂકી દઈને એ રને ઉપાડી લાવું. આવા અધમ વિચારને પરિણામે મેં (વામદેવે) તદ્દન નીચપણું
આદર્યું, વિમળને એહ વિસારી દીધ, વિમળે મારા
તરફ કેટલો સદ્ભાવ દર્શાવ્યું હતું તે ભૂલી ગયો, ચોરી..
ભવિષ્યમાં મારાં કૃત્યનું પરિણામ શું આવશે તેને
વિચાર પણ ન કર્યો, મહા પાપ થાય છે તેની ચિંતવના પણ ન કરી, કાર્યાકાર્યની તુલના વિસારી મૂકી અને માત્ર
૧ વિમળકુમારની નિ:સ્પૃહતા કેટલી વિશાળ ! એને રત ઉપર પ્રેમ જ નહતો, કારણ કે એના ભાવના અને સાધ્ય તદ્દન જૂદાં જ હતાં. વ્યવહાર માણસને એ હસવા જેવું લાગે, પણ વિશુદ્ધતર જીવનનાં લો તદન નાં જ હોય છે. આની સાથે વામદેવની નીચ વિચારધારા સરખાવવાયોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org