________________
૧૧૯૪
ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૫ દેતા જોયા હતા તેઓશ્રી) કમળના આસન ઉપર સર્વ સાધુઓની વચ્ચે બેઠા હતા, મહાતપસ્વી દેખાતા હતા અને હું અંદર દાખલ થયો તે વખતે જેમ ધર્મને ઉપદેશ આપતા હતા તેવી જ રીતે અત્યારે પણ ચાલુ ઉપદેશ મધુર વાણીથી આપી રહ્યા હતા, પરંતુ અત્યારે તેઓશ્રીનું રૂપ એવું સુંદર લાગતું હતું કે તેની ઉપમા બીજી કઈ વસ્તુ સાથે આપી શકાય નહિ; જાણે રતિ વગરને કામદેવ હોય તેવા રૂપવાનું તેઓશ્રી દેખાતા હતા, અથવા તો જાણે રોહિણી (ચંદ્રની પલી) વગરનો શાંત ચંદ્રમા હોય તેવી પ્રભા ચોતરફ ફેલાવતા હતા, અથવા જાણે શચી (ઈંદ્રાણી) વગરનો ઈંદ્ર હોય તે તેમનો વૈભવ દેખાતો હતો, તપાવેલા સુવર્ણ સમાન તેજસ્વી પિતાના દેહની કાંતિથી તેઓ પોતાની તરફ રહેલ મુનિમંડળને પણ પીળા કંચનમય બનાવી રહ્યા હતા, તેઓશ્રીનાં પગનાં તળીઆ કાચબાની પેઠે ઊંચાં આવી રહેલાં હતાં, તેઓની શીરાઓ તદ્દન ગુઢ અને છુપાઈ ગયેલી હતી, તેઓશ્રીના શરીર પર સુંદર લાંછન (ચિહ્ન) દેખાઈ આવતાં હતાં, તેઓશ્રીના નખો કાચ જેવા ઝગમગ થતા હતા, તેઓશ્રીના બન્ને પગની આંગળીઓ પાસે પાસે રહેલી હતી, સુંદર હાથીની સૂંઢ જેવાં તેઓશ્રીનાં બન્ને જંઘા અને સાથળો હતાં, કઠીન, પુષ્ટ, સુંદર ગળાકાર અને વિસ્તારવાળી, સિંહના બચ્ચાંની લીલાની નક્કલ કરે તેવી તેમની કેડ હતી, તેમનો પેટનો ભાગ તેડેલા મેગરાના ફૂલ જેવો લાગતો હતે, છાતીનો ભાગ ઘણે વિશાળ જતો હોતે, બન્ને હાથો ઘણું લાંબા હતા, મદમસ્ત મેટા હાથીનાં કુંભસ્થળને પણ તોડી નાખે એવી સમર્થ તેમની હથેળીઓ જણાતી હતી, કંઠ પર ત્રણ વળી ઘણી સુંદર જણાતી હતી, મુખ ચંદ્ર અથવા કમળની શોભાને પણ હસી કાઢે તેવું હતું, નાકની ડાંડી ઊંચી અને બરાબર ઘાટસર હતી, બન્ને કાને સારી રીતે ચોંટેલા માંસળ (માંસથી ભરેલા) અને લાંબા દેખાતા હતા, બન્ને આંખે કમળપત્રની શોભાથી પણ અધિક શેભી રહી હતી, દાંતની હાર અંદર અંદર સારી રીતે મળેલી અને એકસરખી હતી અને તેની બહાર ફુરણ્યમાન થતાં કિરણોથી લાલ દેખાતા હેઠે સુંદર હોઈ શેભી રહ્યા હતા, તેમનું મસ્તક સુંદર અષ્ટમીના ચંદ્ર સમાન લલાટથી સુશોભિત અને નીચેના અવયવ ઉપર ચૂડામણિની શોભાને ધારણ કરતું હતું-એવા સુંદર શરીર સાથે એ જ મુનિ
૧ મતલબ નીચે શરીરભાગ જેવો નમણે હતું તે જ ઉપર હતોઆખું શરીર ઘણું નમણું સુંદર રૂપાળું હતું એ આશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org